[આખી જનતાને  સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના  પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કાર્ય વિના રહી શકે  નહિ. રાજકારણ રાજનેતાને આધીન છે. પ્રજા માટીનો પીંડ છે. રાજનેતા રાજનીતિનો જનક છે અને એ રાજનીતિ પ્રજાને ઊંચે લઇ જાય છે અને ખાડામાં  પણ નાખે છે. 

– સ્વામી સચ્ચિદાનંદ ]

રાજકીય ભવિષ્ય

listen – Side A
હિંદુ પ્રજા પાસે કોઇ રાજકીય પ્રશ્નો છે? વર્તમાનમાં રાજકીય સ્વરુપ શું છે? ભવિષ્યમાં કેવું હશે? ભૂતકાળમાં કેવી સ્થિતિમાં હતા? તે વિશેની ચર્ચા. ટૂંકમાં ધર્મમાંથી ઘડાઈને સમાજ બનતો હોય છે, અને એ સમાજમાંથી રાજકીય શક્તિ ઉત્પન્ન થતી હોય છે. @20.50Min.બંગાળનો કાલા પહાડ(બ્રાહ્મણ)નો અત્યાચાર. @37.15Min. નાલંદાના આચાર્યોની કત્લેઆમ. @44.10Min. મહમ્મદ ગઝનીની સોમનાથ મંદિરની લૂંટ.

listen – Side B
મહમ્મદ ગઝનીની સોમનાથ મંદિરની લૂંટ ચાલુ. @5.50Min. રાજકીય ભવિષ્ય સુધારવું હોય તો ધાર્મિક અને સામાજિક સ્વરુપ સુધારો. પલાયનવાદની ફીલસુફી છે જેમાં ઈચ્છા શક્તિને મારી નાંખવાની વાત છે તેને મગજમાંથી કાઢી નાંખો અને વર્ણ વ્યવસ્થાને દૂર કરી સૌને અપનવો. @12.10Min.અમેરીકનનો પ્રશ્ન. @20.44min. ફ્રાન્સનો ઈતિહાસ @23.23min અમેરિકામાં જાપાનીસે પોતાના દેશનું ગૌરવ વધાર્યું. @28.20min. શિવાજી મહારાજને આખી રાત કિલ્લાની બહાર રાખી એક સિપાહીએ તેનું કર્તવ્ય નિભાવ્યું. @31.46min. ઈઝરાઈલનું હાઈજેક થયેલું પ્લેન કેવી રીતે છોડાવ્યું? @36.13min. ભજન – રામ ભજા સો જીતા જગમેં, મન પછ્તૈઇ હૈ અવસર બીતે. શ્રી પુરુષોત્તમદાસ જલોટા