મુંબઈ ચર્ચા
– Side 3A
Begin. માંસાહાર વિશે. ગુજરાતમાં પ્રમાણ ઓછું છે, માંસાહાર કરવાથી લોકો દુષ્ટ થઇ જાય છે એ સાચું નથી. @2.22min. સ્વપ્નની દુનિયા, હું કોણ? સ્વપ્નના આધારે આ જગતના પદાર્થો બધા મિથ્યા કહેવું બરાબર લાગતું નથી. @8.00min. આ શરીરમાંથી જ્યારે જીવ સુક્ષ્મ શરીર અને વાસના સાથે લઇ ચાલ્યો જાય છે, તો એ જીવને બીજી એન્ટ્રી ન મળે ત્યાં સુધી ક્યાં રહે છે? જવાબમાં શાસ્ત્રીય રીતે જીવાત્માનું શું થાય છે અને વૈજ્ઞાનિક માન્યતા શું છે તે સાંભળો. ઈશ્વર જ્યારે આત્મા પ્રદાન કરે છે ત્યારે તે અજ્ઞાન દશામાં હોય, તો પૃથ્વી પર આવ્યા પછી આત્માનું પ્રદાન થાય કે તે પહેલાં? જવાબ સાંભળી લેવો. જે, ઝીન્હા અને મુસ્લિમોની વાત કરી તેનો પ્રાથમિક ઝોક રાષ્ટ્રવાદ તરફ કે ઇસ્લામ તરફ? આખી દુનિયાના બધા મુસ્લિમો પહેલાં મુસ્લિમ છે પછી રાષ્ટ્ર છે. ઈંગ્લેન્ડમાં બકરું હલાલ કરવા વિશે. @14.60min. શક્તિપાત અંગે તમારું મંતવ્ય જણાવો. જવાબમાં, જે લોકો વ્યાપારિક ધોરણે મોટા પ્રમાણે બધાને શક્તિપાત કરાવવાની વાત કરે છે તે સાચી નથી.સંકલ્પ દિક્ષાની પણ એવીજ વાત છે. પ્રત્યેક મંદિર ધર્મની કબર છે એવા સવાલનો જવાબ સાંભળી લેવો. પાકિસ્તાનના આતંકવાદના કેન્દ્રો પર હુમલો કરવો કે કેમ? આતંકવાદના કેન્દ્રો તો અમેરિકાજ બંધ કરાવી દેશે, હુમલો કરવાથી વિપરીત અસર થાય. @20.25min. ચીનમાં ભગવાનને માનવા વિશે. ૯૦% લોકો ધાર્મિક નથી, છતાં પોતાનો ધર્મ કેવી રીતે પાળે છે તે સાંભળી લેવું. કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપે છે તો આટલો વિસંવાદ કેમ? ભક્તોની વાણી અને દાર્શાનીકની વાણી વિશે સાંભળો. શિક્ષિત વર્ગ અંધશ્રદ્ધાળુ થતો જાય છે તેનું કારણ શું? હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને સમાજ વિશે તમારું શું મંતવ્ય છે? કેટલાક તત્વો સારા છે, કેટલાક નથી. જેસંસ્કૃતિએ કરોડો માણસોને અસ્પૃશ્ય બનાવ્યા, તેમની સાથે જાનવરો કરતાંયે ભૂંડો વ્યહવાર કર્યો, જે સંસ્કૃતિએ લાખો સ્ત્રીઓને સતી થવાની પ્રેરણા આપી, જે સંસ્કૃતિએ આખી ઝિંદગી, વગર વાંકે કરોડો સ્ત્રીઓને વૈધવ્ય પાળવાનું ફરજીયાત કર્યું તે સંસ્કૃતિને થોડો દોષ પણ છે. આ બધો સુધારો અંગ્રેજોએ રાજા રામ મોહનરાય, દયાનંદ સરસ્વતી વિગેરે સાથે કર્યો. @29.16min. મારા અનુભવો બુકમાં ભૂત વિશે વિરોધાભાસ જેવું લાગે છે તે વિશે. હુમાન ક્લોનીન્ગનો પ્રશ્ન. જે ઝડપથી આપણે શોધો કરી રહ્યા છે, તે દ્રષ્ટિએ આપણે વિનાશ તરફ જય રહ્યા છીએ? @33.02min. ઓશો વિશે આપનું મંતવ્ય રજુ કરી શકો છો? જવાબ: એ દાર્શનિક હતો અને એની પાસે પ્રકાંડ પાંડિત્ય હતું પરંતુ તેની પાસે ચાર વસ્તુ ન હતી. માનવતા – માનવતાનું એકેય કામ કર્યું ન હતું. એમ કહેતાકે ગરીબોને તો મારવા દો. બીજું, એમની પાસે રાષ્ટ્રવાદ ન હતો. શરૂઆતમાં એન્ટી ભારત હતા. જ્યારે અમેરિકામાં ટકી ન શક્ય અને બીજા કોઈ દેશે આવકાર ન આપ્યો અને પાછા ભારત આવવાના થયા ત્યારે વલણ બદલ્યું. એ કુટુંબવાદી નથી. એની વિચારધારાને કારણે પતિ, પતિ તરીકે અને પત્ની, પત્ની તરીકે રહે તેવી કોઈ ગેરંટી નથી. એનાથી ઘણાના ઘરો બરબાદ થયા. એમની બહુ મોટી કમજોરી એ હતી કે કોઈના પ્રત્યે થોડોક પણ વિરોધ થાય તો ડંખ પૂર્વકનો દ્વેષ રાખે. @37.10min. પ્રેમ વિશેની આપની વ્યાખ્યા શું છે? ગાંધીજી વિશે, જવાબ સાંભળી લેવો. @42.32min. આપ, આપના દેશના વાળા પ્રધાન હો, તો પહેલાં કયા બે કાર્યોને પ્રાધાન્ય આપો? સંતતિ નિયમ અને આતંક વાદનું. ૧૯૭૧નુ યુદ્ધ સાચું લદાયેલું યુદ્ધ છે તે સાંભળો., પૂર્વ પાકિસ્તાનના નિરાશ્રિતો સ્વીકારવા વિશે. @૪૭.૧૯મિન. બંગલા દેશ અને કબીર સાહેબ વિશે.
– Side 3B
@1.08min. સૂત્ર મંત્ર અને માળા બદલવાની અનુભૂતિ વિશે. ગાયત્રી મંત્ર અને કૃષ્ણ ભક્તિ. મંત્ર બદલવાથી સંચિત કર્મનું શું થા? @3.55min. નર્મદા યોજના કયે તબક્કે છે અને કયા અવરોધક પરિબળો છે. રાજ્યકર્તાનું શું વલણ છે? જવાબ સાંભળી લેવો. @7.07min. જ્ઞાની, બ્રહ્મજ્ઞાની કે પરમ જ્ઞાની ખોટા કર્મો કરે તો દોષમાં પડે કે નહિ? પરિક્ષા કેવી રીતે થઇ શકે? @જ્યોતિષ શાસ્ત્રમાં માણસનું ક્યારે, ક્યાં, કોને ત્યાં જન્મ લેશે, કેવું જીવન જીવશે, ક્યારે મૃત્યુ થશે એવું નાક્કીજ હોય તો તેજ પ્રમાણે રાષ્ટ્રનું પણ સમજવું? જવાબ: આવું કશું નથી, આયુષ્ય વધારી કે ઘટાડી શકાય છે. ગ્રહોની અસર વિશે સાંભળો. @16.14min. ગાંધીજી અને શ્રી રાયચંદભાઈ(શ્રીમદ રાજચંદ્ર) વિશે જરૂર સાંભળો. મૂર્તિ પૂજા – મૂર્તિ પૂજા થાય તેનો વાંધો નથી પરંતુ મંદિરમાં દુકાનદારી ન થવી જોઈએ. મૂતિ પૂજાનો વિરોધ કરનારા કોઈને કોઈ રીતે મૂર્તિ પૂજામાં આવી જતા હોય છે. મુસલમાનો હવે દરગાહ પર ચાદર ચઢાવે છે, અગરબત્તી લોબાન વિગેરે કરે છે. શીખો ગ્રંથ સાહેબ આગળ માથું નમાવે છે. કબીર પંથીઓ કકીરની મૂર્તિ સ્થાપના કરે છે. @25.17min. વલ્લભભાઈ રેશનાલીસ્ટ વિશે. એમના લખાણમાં આપના અને તેમના વિચારોમાં ઘણો ભેદ હોય એવું મને લાગે છે એ બાબતમાં આપનો શું અભિપ્રાય છે? જવાબ: હું એમને ઓળખતો નથી. રેશનાલીસ્ટો અંધશ્રદ્ધાની સાથે શ્રદ્ધાનો પણ વિરોધ કરે છે. તેઓ માત્ર ભૌતિકવાદી છે.વિચારોમાં મતભેદો તો રહેવાનાજ. સાધના કરવી એટલે શું? સાધના શું મેળવવા અને કેવી રીતે કરવાની હોય? જવાબ: જે પ્રશ્નો ઉકેલે તેનું નામ સાધના. ભોજન કરવું, કમાવું, દુકાને જવું અને ત્યાં બેસવું, બાળકોને ઉછેરીને મોટા કરવા એ પણ સાધના છે. @28.38min. આપની સામે શું લક્ષ્ય છે? જવાબ જરૂર સાંભળી લેવો. મોક્ષના લક્ષ્યથી ઘર છોડ્યું, મારા અનુભવ પુસ્તકમાંથી વાંચી લેશો. ૧૯૬૨માં ચીન-ભારતના યુદ્ધ પછી લક્ષ્ય બદલાયું. @36.15min. શ્રીમદ રાજચંદ્રને ગાંધીજીએ પુછેલા ૨૭ પ્રશ્નો વિશે. @39.12min. ઇઝરાયેલનું પ્લેન હાઇજેક થયેલું તે સાંભળો. @43.38min. ભજન – તેરે દયા ધરમ નહિ મન મેં – શ્રી પુરુષોત્તમદાસ જલોટા
Leave A Comment