[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ સાંભળી સાંભળી લેવા. જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે. ]

આટકોટ ચર્ચા

listen – Side A
– આટકોટમાં રૂડા ભગતને ત્યાં થયેલી ચર્ચા. પ્રશ્ન: @0.23min. આપે અધોગતીનું મૂળ વર્ણવ્યવસ્થામાં “મનુસ્મૃતિ” પર ચાબખા માર્યા છે, તેનાથી સાધુ-સંતો અને મનુસ્મૃતિના ચાહકો તરફથી આપને સહન કરવાનું આવેલું ખરું? ટૂંકમાં જવાબ:મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા વિશાળ હિંદુ પ્રજાને દુર્બળ બનાવવાનું મુખ્ય કારણ છે. @3.14min. બુદ્ધ અને મહાવીરની અહિંસાને લીધે હિન્દુસ્તાનની પ્રજાને ઘણું સહન કરવું પડ્યું તે વિશે. અહિંસા અકુદરતી છે, કારણકે “जीवो जीवस्य भक्षणम्” @9.52min. ભારતના યુદ્ધો – ક્ષત્રિઓ કેસરિયા અને ક્ષત્રિયાણિઓ જૌહર વ્રત કરતી તો કેમ કોઈએ અટકાવી નહિ? મુસ્લિમો હારતા ત્યારે લશ્કર બચાવીને પાછા ફરતા જ્યારે ક્ષત્રિયોના આત્મઘાતી રિવાજોએ પોતાનોજ નાશ કર્યો. @14.53min. આપણી કાલ્પનિક વાતો, ધરતી ઉપરના પ્રશ્નોને આકાશના વિચારોથી હલ (ઋષિ યુગ પૂરો થયા પછી શ્રવણ યુગમાં) કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ-મુનિની વાત અને સન્યાસીની કલ્પના આપના હિન્દુસ્તાનમાં ક્યારે શરુ થઇ અને કોને કરી?કંચનકામિનીનો ત્યાગ કરી સાધુઓ પરાવલંબી, કર્તવ્યહીન અને પલાયનવાદી થઇ ગયા. જેટલું વર્ણવ્યવસ્થાએ નુકશાન કર્યું તેટલુંજ આ પલાયનવાદે કર્યું. @21.29min. ભારતમાં જે થોડા સંપ્રદાયો ઊભા થયાતેમાં સુપર વૈચારીકોએ ભગવાન કહેવડાવીને સમાજ સુધારણાના કામો કાર્ય હતા તે બાબતમાં પ્રકાશ પાડશો? જવાબમાં સંપ્રદાયોએ લોકોને દરેક રીતે દુર્બળ બનાવ્યા અને આ દુર્બળતાએ તમને ગુલામ બનાવ્યા. @24.23min. દયાનંદ સરસ્વતીનો આર્યસમાજ સફળ ન થવાનું કારણ શું? જવાબમાં, ગુજરાતની પ્રજા સાચા લોકોને સ્વીકારતી નથી પરંતુ વેવલાપણાને સ્વીકારે છે. દયાનંદ સરસ્વતીએ અઢારવાર ઝેર પીધું અને સાચો રસ્તો બતાવ્યો, તેને કોઈ યાદ પણ નથી કરતું પરંતુ વંશ-પરંપરાવાળાઓનો જાય-જયકાર થાય છે. અવતારવાદની માન્યતાને લીધે હિંદુ સમાજને બહુ નુકશાન થયું. મુસલમાનો ઉપદેશ આપે છે કે “तुम्हारी हिफाजतके लिए उपरसे अल्लाह फ़ौज उतारनेवाला नहीं है, तुम्हारी हिफाजत अपने आपको करनी है. આપણી પ્રજા કર્તવ્યહીનઅને નમાલી બની. @28.48min. પ્રારબ્ધવાદ વિશે. @32.51min. અત્યારની રાજકરણની જે પરિસ્થિતિ છે તેમાંથી બચવા અને સફળ થવા શું કરવું જોઈએ?@34.46min. આચાર્ય રજનીશ ચાલુ સાધુ-સંતોની પરંપરાથી કેવી રીતે જુદા છે? જવાબ લાંબો પણ જાણવો ઘણો જરૂરી છે એટલે સાંભળી લેવો. @47.00min. સ્વામીનારાયણના સંતોના પરિચયમાં મેં ઘણાને પૂછ્યું કે સહજાનંદજી અહી પધાર્યા ને છપૈયાથી કુટુંબના માણસોને લાવીને તેમને નીમી દીધા અને વંશ પરંપરા સ્થાપી તો તેમાં સ્વાર્થવૃત્તિ હતી કે ગાદીપતિ નીમવામાં સક્ષમ માણસો મળતા ન હતા? જવાબ: આ એક ધાર્મિક ટ્રીક છે. આવું તો વલ્લભાચાર્યના સંપ્રદાયમાં પણ હતું. મુક્તાનંદ સ્વામીની યોગ્યતા હોવા છતાં સહજાનંદ સ્વામી કેવી રીતે ગાદીપતિ થયા તે સાંભળો.

listen – Side B
પ્રશ્ન: વર્ણવ્યવસ્થા અંગેની જે વાત કરી, તેમાં જે બની બેઠેલા નેતા જો આપની વાત સ્વીકારે તો તેનો સારામાં સારો રસ્તો મળે, તો આપનું શું કહેવાનું છે? નાની પુસ્તિકા “આ છેલ્લી ટ્રૈન છે” વિશે. સવર્ણોને ભવિષ્યમાં પડનારી મુશ્કેલી વિશે સમજણ. પાંડુરંગના “સંસ્કૃતિ ચિંતન” માં જન્મથીજ વર્ણવ્યવસ્થાનું બહુજ સમર્થન કર્યું છે તે વિશે. તેમને આવનારા ૫૦ વર્ષો દેખાતા નથી. જો આપણી આ વર્ણવ્યવસ્થાની બ્લુ-પ્રિન્ટ સુધારમાં નહિ આવે તો ભવિષ્યમાં સવર્ણોની કેવી રીતે કત્લેઆમ થશે તે સાંભળો. @5.25min. વડતાલમાં સ્વામીનારાયણ સંપ્રદાય સાધુ સાથેના અનુયાયીએ જે શબ્દો વાપર્યા કે આ પ્રથા(વર્ણવ્યવસ્થાની) બંધ થશે તો સારું તે વિશે. @7.18min. પાપ કોને અને પુણ્ય કોને કહેવાય? તેનો રસપ્રદ ઉત્તર સાંભળો. @10.21min. જ્યોતિષ શાસ્ત્ર એ અંધ-શ્રદ્ધા છે? @16.07min. સવારે TV પર મોરારી બાપુ આવે, આશારામ બાપુ આવે પરંતુ હરામ છે કે સમાજ પર તેની અસર પડે, પરંતુ સચ્ચિદાનંદ સ્વામીનું પ્રવચન હોય એટલે લોકો ગમે ત્યાંથી આવીને બેસી જાય અને તેની અસર લોકો પર ખરેખર થાય છે. જવાબમાં સ્વામીજીએ કહ્યું કે બીજા સંતો સમાજના પ્રશ્નોને અડતાજ નથી. @17.04min. મેં અનુભૂતિ કરી કે પટેલ સમાજના લોકોમાં આપના સંપર્કમાં આવ્યા પછી જે ક્રાંતિ આવી તેને લીધે જે સંપ્રદાયમાં એમના વડવાઓ ચુસ્ત હતા તેમને ચિંતાનો વિષય પેઠો છે. @18.56min. હિંદુ ધર્મના જે ફાંટાઓ પડ્યા, તો તેમાં કોઈની જવાબદારી ખરી? જવાબમાં, મહંમદ ગઝનીએ સોમનાથનું મંદિર તોડ્યું ત્યારે શંકરાચાર્યે શું કર્યું? એ તો બધા સોનાના પિંજરમાં પુરાયેલા પોપટો છે. @20.12min. પોરબંદરમાં ચર્ચા. પ્રશ્ન: @૨૫.૦૦મિન. સમાજ ભક્તિ વિના કે ધર્મ વિના નથી રહી શકતો, જો તમે કોઈ ધર્મ(સંપ્રદાય)માં જોડાવ તો તેનો આડંબર રહી નથી શકતો તો તેનો ઉપાય શું? જવાબ સાંભળી લેવો. @28.54min. વેદાંત સમિક્ષા પુસ્તક વિશે.સત્ય શું છે? ઈશ્વર શું તત્વ હશે? જવાબ: જે પ્રયોગશાળા બહારની વસ્તુ છે, શ્રદ્ધાનો વિષય છે, તે સંભાવના હોય. મૂળ તત્વ એકજ છે અને તે સત્ય છેઅને તેણે રચેલું જગત પણ સત્ય છે. ઘણા તત્વ-વેત્તાઓ કહે છે કે ઈશ્વર અને આત્મા મનુષ્યની કલ્પના છે, માણસનો બનાવેલો ઈશ્વર એજ આત્મા છે, તે વિશે વધુ સમજણ.@34.45min. આપણી શાસ્ત્રીય માન્યતા અને મનુષ્યની ઉત્ક્રાંતિ વિશે. પ્રાચીન કાળની સરખામણીમાં અત્યારે આપણે સુધારા તરફ જઈ રહ્યા છે. @39.27min. ભજન – હે નાથ તેરી અકલિત માયા – શ્રી નારાયણ સ્વામી