પ્રશ્નોત્તરી, લંડન, યુ. કે.
– શરૂઆતમાં સ્વામીજીનું પ્રશ્નોત્તરી અંગે ચોખવટ અને નિવેદન. પ્રશ્નો: @6.07min. પ્રશ્ન લાંબો છે, ટૂંકમાં પ્રશ્ન વર્ણ વ્યવસ્થા પર છે. પ્રશ્ન કરનાર ભાઈજ જવાબ આપી દે છે, છતાં સ્વામીજીનો જવાબ સાંભળવો જરૂરી છે. @12.49min. મહર્ષિ વિશ્વામિત્ર સમર્થ હોવા છતાં મહારાજા દશરથ પાસે રામ તથા લક્ષ્મણની માંગણી કેમ કરી ચાર વેદો અને ઉપનિષદો વિશે સાંભળો. @15.06min. રામાયણ કાળમાં તથા મહાભારત કાળમાં શું ઋષીઓ તથા બ્રાહ્મણો ગૌમાંસ ખાતા હતા? શ્રી કૃષ્ણે શા માટે વધુ પડતી રાણીઓ કરી હશે? ગીતા પ્રમાણે કઈ રાણીઓ તે સાંભળો. શ્રી કૃષ્ણ યોગેશ્વર શા માટે કહેવાયા? @19.55min. એકલવ્યે અંગુઠો કાપ્યો તો શા માટે કોઈએ વાંધો ઉઠાવ્યો નહિ? @ભીષ્મ જેવા જ્ઞાની થઈને દ્રૌપદીનું વસ્ત્રાહરણ જોયું તો શા માટે તેને સ્વર્ગમાં લઇ ગયા હશે? @કર્ણની માહિતી કેમ છૂપી રહી? રામાયણ તથા મહાભારત કાળમાં ચાર વર્ણોના લગ્ન વિશે. હિંદુઓ અભડાઈ જવામાં શા માટે માટે છે? હિન્દુઓએ જે વાડાઓ ઊભા કર્યા, તેનો નાશ ક્યારે થશે? @29.09min. વર્ણવ્યવસ્થા અર્વાચીન કાળમાં અસ્વીકાર્ય છે, પરંતુ ગીતામાં વર્ણવ્યવસ્થા માટે લખ્યુ છે તો એવા શ્લોકો ગીતામાંથી કાઢી નાંખવા જોઈએ? ઇંગ્લેન્ડ બિન-સાંપ્રદાયિક દેશ નથી છતાં અહી બધાજ ધર્મો પ્રત્યે સમાન દ્રષ્ટિ છે, ભારત સાથે સરખામણી. આ દેશમાં હિંદુ કુટુંબમાં ઈંડા, માંસ ખાવાનું તથા દારુ પીવાનું વધી રહ્યું છે, તો આ પશ્ચિમી દુષણ કેવી રીતે નાબુદ કરી શકાય? કુટુંબમાં વાલીઓએ, સમાજે શું કર્યું? શું આપણી સંસ્કૃતિમાં કે ધર્મમાં આવું ખાવું-પીવું બતાવ્યું છે? @40.01min. આપણી આંખોની સામે ધર્મનું સાંપ્રદાયિક વિભાજન થાય છે તો તે બાબતનો પ્રશ્ન. નાથુરામ ગોડશેની છેલ્લી ઈચ્છા ભારતના સીમાડા વધારવાની હતી તો તે બાબતે આપનો કેટલો ટેકો છે? પુરાણોએ હિંદુ પ્રજાને વહેમવાદી અને દુર્બળ બનાવી છે તો શું તેની હોળી થવી ન જોઈએ?વિશ્વ શાંતિ માટે યજ્ઞ થવાનો છે તો શું આવા યજ્ઞોથી શાંતિ થશે? બાબરી મસ્જીદ તોડી પાડી તો સરકાર તથા મુસ્લિમો તરફથી ઉહાપોહ થયો પરંતુ કાશ્મીરમાં મુસ્લિમોએ કેટલાયે મંદિરો તોડી પાડ્યા ત્યારે સરકારે કેમ કશું કર્યું નહિ?
નર્મદા યોજના(સરદાર સરોવર યોજના) નો પર્યાવરાણીઓ વિરોધ કરી રહ્યા છે, તેમાં સાચું શું છે? @5.48min. આપ પુનર્જન્મ અને કર્મવાદમાં માનો છો? તમસ, રજસ અને સત્વગુણની શાસ્ત્રોએ અવગણના કરી પરંતુ શ્રી કૃષ્ણ, ગુરુ ગોવિંદસિંહ, શિવાજી મહારાજ વિગેરેએ રાજાસને પ્રાધાન્ય આપીને દેશ અને સનાતન ધર્મની રક્ષા કરી કે કેમ? @16.25min. આજનું મનોરંજન ખાસ કરીને ઘણી હીન પ્રકારની હોય છે અને માંસાહાર વધતો જાય છે તો શું તે સનાતન પ્રણાલિકાને અનુરૂપ છે? રોજ રોજ નવા સંપ્રદાયો જન્મતા જાય છે શું વિવેકાનંદનું મંતવ્ય “સંપ્રદાયમાં મરવું સારું નથી” એ સાચું છે? શ્રાદ્ધ વિગેરે મરણ પછીનો કર્મકાંડ મહત્વનો છે? સત્યની વ્યાખ્યા સરખી રીતે સમજાવો. ભગવાને મનુષ્ય શા માટે બનાવ્યો? @25.20min. જે ધર્મ(સંપ્રદાય) વિશે ચાલુ કરવું હોય તો વિદેશમાં ચાલુ કર્યા પછી દેશમાં સારી અસર પડશે. જે બહેનને સ્વામીજીની વાણી ઘણી સારી લાગે છે તે બહેન મોટા મોટા ઉત્સવ કરે છે. તુલસી વિવાહ વિશે. આપણે ગુરુ પૂજા, નવા નવા ભગવાન ન કરવા જોઈએ તો જે છે તે શું ખોટા છે? @29.27min. કબીરનો દોહરો ” साहब सबका बाप है , बेटा किसीका नाहि. जो बेटा होके अवतरे, सो तो साहब नाहि. એટલે મુસલમાનોને અલ્લાહ કેટલાયે વર્ષોથી બદલવો નથી પડતો. જો તમે પ્રજાના કામો કરવાના દ્વારા કોઈને ભગવાન માનવાના હોય તો ગાંધીજીની તુલનામાં એકે માણસ આવી શકે નહિ, છતાં હું ગાંધીજીને ભગવાન માનતો નથી. @31.21min. હિંદુ સનાતન મંદિર વિશે. જે આપના ધર્મના દાખલા આપે છે અને ટીકા કરે છે, તેનો ધર્મ આપણા ધર્મના આધારેજ ચાલે છે, તો તેનું શું કરવું? મધર ટરેસાને નોબલ પ્રાઇઝ મળ્યું તો આપણા સંતોને પણ નોબલ પ્રાઇઝ મળે તે શક્ય નથી? અહીંના યુવાનોને આપની શું સલાહ છે? @40.23min. પહેલા આરતી કરવી કે થાળ કરવો? વિલાયતના દિશાશૂન્ય ટોળાને ભારતીય સમાજમાં પરિવર્તન કરવા આપશ્રીની આયોજન પત્રિકા ખરી? @42.39min. ભજન – જોગી મૈં બીરાગાન હુંગી, શ્રીમતી દિલરાજ કૌર.
Leave A Comment