[ નોંધ: અહિ સગવડતા પ્રમાણે અમુક સવાલોના જવાબો ટૂંકમાં લખ્યા છે, બાકીના તે તે મિનીટ પર જઇ  સાંભળી સાંભળી લેવા.  જવાબ પુરેપુરો સાંભળવાથી વધારે જાણકારી રહેશે. મને એવું લાગે છે કે સ્વામીજીએ બહુ તટસ્થ રહીને જવાબો આપ્યા છે.  ]

રાજકોટ કોલેજમાં વિદ્યાર્થી સાથે પ્રશ્નોત્તરી

listen – Side A

પ્રશ્નો: @1.16min. આજનો સમાજ યુવાનને શા માટે તરછોડે છે? ભારતનું ભાવિ શું છે? જનોઈ પહેરવી એ વાસ્તવમાં શું છે? માનવ જીવનમાં સર્વ દુઃખોનું કારણ શું? પુનર્જન્મ શક્ય છે? આત્મ વિશ્વાસનો અભાવ દુર કરવા શું કરવું જોઈએ? ધર્મગુરુઓ તુલસીની માળા, ચાખડી વિગેરે કેમ પહેરે છે? જીજ્ઞાસા અને તત્પરતા વચ્ચે ફરક શું? હિંદુ ધર્મે ખ્રિસ્તી ધર્મ પાસે શું શીખવું જોઈએ? ધર્મે કહ્યું તે વિજ્ઞાને પાછળથી કેમ સ્વીકાર્યું છે? કર્મનો સિધ્ધાંત શું છે? @11.27min. હિંદુ ધર્મના ગ્રંથોમાં પૂર્વ જન્મનો ઉલ્લેખ છે, પરંતુ બાઈબલ કે કુરાનમાં નથી. શું આત્મા છે અને તેનો પુનર્જન્મ થાય છે? સાચો માર્ગદર્શક કોણ કહેવાય? આધ્યાત્મિક યંત્રો મંત્રોનો લાભ લેવા માટે ઉપયોગ કરવો કે નહિ? ભારતીય યુવાનને શા માટે વિચારતો અટકાવવામાં આવે છે? તમારો સારામાં સારો અનુભવ કયો? ધર્મ અને અધાત્મ વચ્ચે તફાવત શું? બ્રાહ્મણ જનોઈ શા માટે પહેરે છે? મૃત્યુ વાસ્તવિક હોવા છતાં મનુષ્ય કેમ સ્વીકારતો નથી? ધર્મ અને ધાર્મિકતા વચ્ચે શું તફાવત છે? ચોર વૃત્તિમાં ઉદભવ માટે કયા કારણ જવાબદાર ગણો છો? @21.20min. આદર્શ સમાજની રચનામાં કવિઓ બાધારૂપ છે તે સમજાવશો? આપણા ધર્મના પાયાનું અહિંસાનું આચરણ કેવી રીતે થઇ શકે? બિનસામ્રદાયિકતા એટલે શું? સાકાર – નિરાકારની પૂજા વિશે. @31.09min. નાસ્તિક એટલે શું? હિંદુ ધર્મના સંપ્રદાયોની અસર વિશે. વર્તમાન જગતમાં તેજસ્વી વિદ્યાર્થીનું ભાવિ શું છે? વડીલો મર્યાદા છોડે તો યુવાનોએ શું કરવું? માણસ બીજા માણસને પ્રેમ કરે તે વિશે. પ્રેમ અને વાસનાનો ફરક. @40.46min. વધુ નિખાલસપણું નુકશાનકારક શા માટે? તમારા જીવનના ગૃહત્યાગના સંતોષનો અભિપ્રાય આપશો? પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે આપણા મંતવ્યો શું છે? સંસાર છોડવાનું કારણ જણાવશો? મુનિઓનો રીગ્વેદ કે બુદ્ધ ભગવાન સાચા? શા માટે બુદ્ધ ભગવાને વિરોધ કરેલો? વાસ્તવિકતા અને આદર્શનો સરળ અર્થ અને સંબંધ સમજાવશો? સમાજનો સાચો સુધારક કોણ? સંત કે નેતા?

listen – Side B

પ્રશ્નો: @1.09min. આપના જીવનની કઈ ક્ષને આપ આ રસ્તે ચાલ્યા? ભારતની વિકટ પરિસ્થિતિ શું? @10.04min. મનુષ્ય જીવન અને ઉત્તરો ઉત્તર વધતી વસ્તી અને પાપનું પ્રમાણ વિશે. આપનો રાષ્ટ્રવાદ આજે મંદ કેમ પડ્યો છે? જીવન ફક્ત દુઃખ અને આનંદજ છે? વિદ્યાર્થીએ પોતાનું ભણતર પૂરું કરીને સમાજને સેવા આપી શકે છે? વર્તમાન અર્થ વ્યવસ્થા – મૂડીવાદ સમસ્યા હલ કરવાને બદલે વધારશે? વ્યક્તિ માટે શું સમાજ જવાબદાર છે કે વ્યક્તિ પોતે? આધ્યાત્મિકતા અને મનની શાંતિ વચ્ચે શું તફાવત છે? @21.06min. જુવાનો કોને કહેવાય? શરીરથી કે મનથી? ભારતમાં જોવા મળતી વર્ણ વ્યવસ્થા એ શું પતનનું કારણ નથી? યુદ્ધ પછી શાંતિ થાય છે? આપના નામની આગળ સ્વામી વિશેષણ શાનું સૂચક છે? ક્રાંતિ માધ્યમ માર્ગી થઇ શકે? @31.28min. પ્રવચન – ઉપનિષદની ઋષિયુગની વિશેષતા. @43.25min. કબીર દોહા – શ્રી જગજીત સિંઘ