કોઈનો રસ ઉડાડશો નહિ. ભાગવત પ્રમાણે રસની બે પત્નીઓ છે, સુરૂચી અને કુરૂચી. જુગારમાં એટલેકે કુરૂચીના સંગથી અમેરિકામાં એક સજ્જને ૧૦૨ રૂમની મોટેલ ગુમાવી. કુરૂચીમાંથી સુરૂચીમાં ગાંઠ વાળી આપે તેનું નામ સત્સંગ. ચંદ્ર રસરૂપ છે. શરદ પૂનમ વિશે. પરમેશ્વર રસરૂપ છે. જેમાંથી રસ ઉત્પન્ન થાય તેનું નામ રાસ. વૃંદા એટલે તુલસી અને વૃંદાવન એટલે તુલસી(ભક્તિ)નું વન. તુલસી ભક્તિનું પ્રતિક છે. જ્યાં ભક્તિ હોય ત્યાં રાસ રચાય. @૧૦.૫૫મિન. તુલસી વિવાહની અંધશ્રદ્ધા વિશે. @૧૭.૩૩મિન.તુલસી વિવાહનો ખરો અર્થ. ભાગવતમાં વૃન્દાનો પતિ રાક્ષાસ છે અને તેને મારીને ભગવાન સાથે તુલસીના લગ્ન કરવાના છે એટલે આમ કહેવાય તુલસી વિવાહ. @૧૯.૦૪મિન. બંગલાનું વસ્તુ અને તે એકજ ખર્ચમાં ૧૮ કન્યાઓ પરણાવવા વિશે. જેમાંથી માનવતા નીકળે તેમાં ભગવાન રાજી રહે. તુલસીનું ઘાઢ વન એટલે ત્યાં ખુબ ભક્તિ હોય અને ૧૬ કળાએ ખીલેલો શરદ પુનમનો ચંદ્ર હોય ત્યાં ભગવાન વાંસળી વગાડે. વાંસળી પોલી છે એટલે કે તેમાંથી અહમ નીકળી ગયો છે એટલે તેમાંથી સપ્ત સુર નીકળે છે. @૨૫.૦૭ રામકૃષ્ણ પરમહંસ વિશે. વાંસળી વાગે ત્યારે ગોપીઓ (૧૬૦૦૦ નાડીઓ) રાસ રમવા આવે અને ભક્તિમાં તરબોળ રાસ ચાલે, પરંતુ આપણે તેને અર્થ વિકૃત કરી નાખ્યો, કારણકે આપણે સ્થૂળ અર્થ પકડી રાખ્યો. @૨૮.૦૦મિન. પૈસા કમાવવા માટે સપ્તાહ ના કરશો. શાસ્ત્રના ઊંડાણમાં પહોચશો તો ખબર પડશે કે ભાગવત બરાબર ગીતા બરાબર ઉપનિષદ બરાબર વેદ, ત્યારે ચારે શાસ્ત્રો એકરૂપ લાગશે. જેમ કૃષ્ણ કોઈ વ્યક્તિ નથી તેમ રાધા પણ કોઈ વ્યક્તિ નથી. રાધા એ આલ્હાદીની શક્તિ છે, કે તેનાથી તમને ઝૂમી ઊઠો, નાચી ઊઠો, અંદરથી આનંદનો ફુવારો ઊડે. આ આનંદનું નામ છે રાધા, એટલે આપણે રાધા અને કૃષ્ણને સજોડે બેસાડ્યા છે અને તેને આપણે અદ્વૈત બતાવ્યું છે. આ ઉપરના આપણા સગુણ આકાર છે અને જો આ સમજમાં આવે તો આપણી વહેંચાઇ ગયેલી પ્રજાની ભ્રમણા દુર થાય અને પ્રજામાં એકત્વ લાવી શકાય. આવો આપણે બધા હળીમળી ભગવાનને આગળ કરી એકતાનો રસ્તો અપનાવીએ. @૩૯.૩૬મિન. તારીખ ૨૨-૫-૯૪, એટલાન્ટા, સરદાર પટેલ ભુવનની ખાત વિધિ. કોઈનું ઘર સુધારવાનું હોય તો ઘરમાં એક સારી સ્ત્રી આવે અને ધર્મ સુધારવાનો હોય તો સારા ધર્મગુરુઓ મળે. અને તેજ પ્રમાણે ઉલટું સમજવું. @૪૬.૨૯મિન. શ્રી મદ વલ્લભાચાર્યે કહ્યું કે મારો ધર્મ ૫૦૦ વર્ષ ચાલશે, પછી પડતી થશે. ઉપનિષદમાં એના ત્રણ કારણો બતાવ્યા છે. જયારે ધર્મગુરુને શિષ્યેષણા, વિત્તેષણા અને લોકેષણા વધી જાય ત્યારે ધર્મનો નાશ થશે. @૪૯.૫૨મિન. હિંદુ ધર્મ કેમ બગડ્યો? ભારતમાં ૩૦૦૦ હજાર પાદરીઓ જે કામ કરે છે તે અમે ૬૦ લાખ સાધુઓ કરી શકતા નથી. પાદરીઓ ગરીબ લોકોને અન્ન વસ્ત્રો આપે છે અને અમે સાધુઓ પૈસા માંગીએ છીએ. @૫૨.૦૪મિન.એક મહારાજે દેશમાં લક્ષ્મીનારાયણનું મદિર બનાવવા માટે ઉઘરાણું કર્યું પછી આગળ સાંભળો.
ધર્મ જ્યારે સુધરવાનો થાય ત્યારે તેને એવો ધર્મગુરુ મળે કે લોકેષણાથી દુર ભાગે. @૧.૦૦મિન. એક મહાત્માની વિદાય -લોકેષણાનું ઉદાહરણ. @૩.૪૦મિન. જ્યારે કોઈ રાષ્ટ્ર સુધરવાનું થાય ત્યારે તેને એક સારો રાજનેતા મળે. એવા નેતામાં ત્રણ ગુણો હોય. પરાક્રમ, મુત્સદ્દીગીરી અને મોરલ(નીતિ). વલ્લભભાઈ જ્યારે અમદાવાદના મેયર હતા ત્યારે બહુ મોટા પરાક્રમથી રસ્તાઓ પહોળા કરાવ્યા તે વિશે. વલ્લભભાઈ પટેલના જીવનમાં ડગલે અને પગલે પરાક્રમ છે અને તેમનામાં ભારોભાર મુત્સદ્દીગીરી અને નીતિ હતા. @૧૧.૧૯મિન. આજે ભારતમાં સરદાર પટેલની બે ધારાઓ ચાલી રહી છે તે વિશે. સરદાર પટેલને યાદ કરાવવા નથી પડતા, લોકો આપોઆપજ યાદ કરતા હોય છે. એમણે પાકિસ્તાનના હિન્દુઓને બચાવ્યા હતા અને મુસલમાનોને પણ બચાવ્યા હતા. @૧૪.૧૫મિન. ૨૦,૦૦૦ સંપ્રદાયોને એક કરવાની જરૂર છે. હું તમને સિંહ બનાવવા માંગુ છું. તમે સરદાર બનો, નમાલા ન બનો. આ સરદાર પટેલ ભુવન હજારો મંદિરો કરતા પણ વધારે મહત્વનું છે. @૨૦.૦૦મિન,. સોમનાથ મહાદેવની સ્થાપના સરદાર પટેલે કરાવી હતી. નહેરુ વિરુદ્ધમાં હતા, ત્યારે સરદારે કહ્યું હતું કે જ્યાં સુધી સોમનાથ મદિર નહિ બને ત્યાં સુધી ભારતની આઝાદી અધુરી રહેશે. @૨૨.૦૪મિન. ભજનો, નાગર નંદજીના, વા વાયાને વાદળ, ચાલ રમીએ સહી (નરસિંહ મહેતા), મન મોહન મુરત – શ્રી નારાયણ સ્વામી, આરતી કુંજ વિહારી કી – શ્રી હરિઓમ શરણ
Leave A Comment