[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 2A

અસ્પષ્ટતા એ બહુ મોટો દોષ છે, સ્પષ્ટ થઇ જાવ તો રસ્તો સીધો છે. @૧.૫૮મિન. અપણા મૂળ ગ્રંથો વેદ અને ઉપનિષદ છે. પછી મહાકાવ્યો રામાયણ અને ભાગવત છે અને પુરાણોમાં ભાગવત આવ્યું તેણે જન્મ લેનારો ભગવાન બનાવ્યો. ધર્મના બે પાસાં, દર્શન અને કલા. દર્શનમાં જે વસ્તુ હોય તે વસ્તુને તેવીને તેવીજ બતાવવામાં અને આવે જયારે કલાનું રૂપ આપવામાં આવે ત્યારે અમુર્તની મૂર્તિ બનાવવામાં આવે. સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનું ઉદાહરણ. @૪.૨૦મિન. આપણે ત્યાં ધર્મને કલાનું રૂપ મળ્યું એટલે એમાંથી ભગવાનના જુદા જુદા રૂપો બનાવવામાં આવ્યા. અવતાર શબ્દની સમજણ. અવતારની (જય-વિજયને આપેલા શ્રાપ વિશે) ઉત્થાનિકા ઘણી હાસ્યાસ્પદ લાગે પરંતુ અંદરથી બહુ રહસ્ય લાગે. રાક્ષસ અને વિષ્ણુના અવતાર વિશે. @૧૪.૩૭મિન. જ્યાં સુધી ડગલે અને પગલે શ્રાપ અને આશિર્વાદની વાતો સાંભળ્યા કરો એટલે તેની ચોક્કસ અસર થાય. શ્રદ્ધાના બદલે અંધ-શ્રદ્ધા ઊભી થાય અને તેનો ગેરલાભ ધૂર્ત માણસો ઉઠાવે. @૧૬.૦૪મીન. જ્યાં તમે કોઈની આંતરડી ઠારી તો ત્યાંથી આશિર્વાદ આવે. ઉપનિષદ અને ગીતામાં પુરુષાર્થ છે. આશિર્વાદ કરતાં શ્રાપના ભયે હિંદુ પ્રજાને બહુ નુકશાન પહોચાડ્યું. ચેઈન લેટર વિશે. મૂઠ મારવા વિશે. @૨૨.૪૦મિન. ધર્મ શ્રદ્ધાથી આવેછે, અંધશ્રદ્ધાથી વહેમો આવે છે. રામાવતાર આવ્યો ત્યારપછી શ્રી મદ ભાગવતમાં કૃષ્ણ ભગવાન આવ્યા. જો ભાગવત ન હોત તો શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના થઇ ન હોત અને ભાગવત હોત પણ શ્રીમદ વલ્લભાચાર્ય ન થયા હોત તો ગુજરાતમાં અને બધે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રચાર ન થયો હોત. ભાઈ-બહેનનું કલ્ચર વિશે. @૩૧.૧૬મિન. કંસ અને દેવકી, વિદાય વખતે આકાશ વાણી. યાજ્ઞવલ્ક્યનું ધ્રુવ સત્ય. @૩૭.૪૨મિન. આપણે ત્યાં સ્ત્રી હત્યાને મહાપાપ માન્યું છે એટલે સ્ત્રી પર હાથ ન ઉપાડશો. કારણ અને ઉદાહરણ સાંભળો. @૪૬.૧૨મિન. પત્નીનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? @૪૭.૪૫મિન. એક દક્ષિણી બ્રાહમણીની વાત. @૫૦.૦૦મિન. કંસે દેવકી અને વાસુદેવને જેલમાં પૂર્યા. એક પછી એક સાત બાળકોને માર્યા. પુરુષ અને સ્ત્રીની મહત્વકાન્ક્ષા. ગૌરી વ્રત વિશે અને ઉપનિષદના વ્રતો.


listen – Side 2B

એંઠવાડનો પ્રસાદ ચાલુ. ગુરુવાદની વિકૃતિ, ઉપનિષદોના વ્રતો ગયા અને વહેમના વ્રતો આવ્યા. @૨.૫૮મિન. દેવકીના આઠમાં બાળકના જન્મ વખતનું વર્ણન. દુનિયાની તમામે તમામ ક્રાંતિઓના મૂળમાં સ્ત્રી હોય છે. ફ્રાન્સની ૧૭ વર્ષની સ્ત્રી, જોન ઓફ આર્કનું ઉદાહરણ. સ્ત્રી જયારે ઊંઘાડનારી બને ત્યારે માયા અને જગાડનારી બને ત્યારે જગદંબા. @૮.૩૦મિન તપ ક્રિશ્ચિયન પાદરીઓ કરે છે. નાગાલેંડ ૬૫ પાદરીઓના ભોગે આખું ક્રિશ્ચિયન થઇ ગયું. આફ્રિકામાં હીરજી બાપા વિશે. @૧૧.૨૫મિન. કાશ્મીરના મુસલમાનો વિશે.પંડિતો કેમ ભાગી ગયા? @૧૪.0૦મિન. વાસુદેવ જમના પર કરીને બીજે કિનારે પહોંચે છે. ” @૧૭.૩૦મિન. નંદ અને વસુદેવ. @૨૦.૨૮મિન. કાઠીયાવાડનો ઈતિહાસ. @૨૨.૪૦મિન.નંદે વાસુદેવને દીકરી આપી અને બાળક કૃષ્ણનેત્યાં છોડ્યો. @૨૪.૫૫મિન. પ્રત્યેક ધર્મગ્રંથનો ઉદ્દેશ.ધર્મશાસ્ત્ર એટલે તેમાં આચારોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય અને વિધિ-નિષેધ બતાવવામાં આવ્યા હોય. આત્મ-પરમાત્માને કેન્દ્રમાં રાખીને જે વિવેચન ચાલે તેને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. અધ્યાત્મ શાસ્ત્ર વ્યક્તિની આવશ્યકતા છે અને ધર્મ શાસ્ત્ર પૂરી પ્રજાની વ્યવસ્થા માટે છે. @૨૯.૩૬મિન.ભાગવત એ અધ્યાત્મ શાસ્ત્ર છે. દર્શનનો અદભૂત ગ્રંથ બ્રહ્મસુત્ર છે. નાના અને મોટાપણાના સુખ-દુઃખ વિશે. @૩૪.૩૭મિન. સ્વામીજીનો દ્વારિકાનો અનુભવ. @૩૬.૧૦મિન. જે બીજાની સગવડોને સાચવે તે બીજાને સુખી કરે છે અને પોતે પણ સુખી થાય છે અને આથી ઉલટું જે તે સમજી લેવું. @૩૯.૧૧મિન. વ્યાસ જેવા સમર્થ ઋષિ કેમ અશાંત અને વ્યગ્રતા અનુભવે છે? નારદનું મળવું શ્રીમદ ભાગવતની રચના.@૪૧.૪૪મિન ઉત્પત્તિ અને પ્રાકટ્ય વિશેની સમજણ. @૪૬.૦૦મિન.ઉપક્રમ અને ઉપસંહાર વિશે. વ્યાસજીએ પહેલા શ્લોકમાં આખા ભાગવતનો ઉપક્રમ મૂકી દીધો છે. @૪૭.૦૨મિન. ઈશ્વર કોને કહેવાય? જેનાથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થતો હોય તેનું નામ ઈશ્વર, ભગવાન. ભારતની ઈશ્વરવાદી અને અનિશ્વરવાદી ધારાઓ વિશે. એક ડોક્ટર સાથે શરીર રચનાની જાણવા જેવી વાત. @૪૯.૫૮મિન. દુલાભાયા કાગ, ચિકાગો મુઝીયમ વિશે. પરમેશ્વરની કૃતીમજ પરમેશ્વરના દર્શન છે.

 

to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″] [/list]