[બ્રહ્મસૂત્ર વિશે એક સુંદર સંકલન.  પ્રવચન સ્થળ : Masonic Hall, VADODARA ]

 

(ચાલો અભિગમ બદલીએ) @4.30min  ઘરેડમાંથી ન નીકળનાર માણસને જલદી ઘરડાપણું આવતું હોય છે અને તે મ્રુત્યુની પૂર્વ ભૂમિકા છે. પરિવર્તન અને આયોજન વિષે. @7.15Min. ઋષિનો અર્થ. પદાર્થ,તત્વાર્થ અને પરમ તત્વજ્ઞાન વિશે. @11.00Min. વ્યક્તિબદ્ધ અને ગ્રન્થબદ્ધતાથી ભારતના મસ્તિસ્કનું મરણ. @12.30Min. અનિર્ણાયત્મક ૫૫-૬૦ વષૅનો માણસ પૂછતો હોય છેકે કયા ભગવાનનું ભજન કરવું?  મુસલમાન કે ક્રિસ્ચ્યનોને આવા પ્રશ્નો થતા નથી. @16.00Min. પ્રાચિન ગ્રંથ બ્રહ્મસુત્ર જેના લખનારા છે મહર્ષિ વેદવ્યાસ. વ્યાસના નામે લખાયેલા બધાજ પુરાણો બનાવટી છે, તે ૬ઠી શતબ્દિમાં ગુપ્ત વંશમાં લખાયેલા છે, તે કોઇ ઇતિહાસકારને પૂછી જુવો. @20.30Min. વ્યાસ ઇશ્વર સંબંધે શું માને છે? શાંકર અને રામાનુજ ભાષ્યમાં પણ એકજ વાત છે તે “અથાતો બ્રહ્મ જીજ્ઞાસા” @32.00Min. બ્રહ્મની વ્યાખ્યા. @39.00Min. જ્ઞાન-વિજ્ઞાન વિશે.
@ 1.15Min. બ્રહ્મસુત્રનો બ્રહ્મ કદી ઊંઘતો નથી, એક વખત એકજ બ્રહ્મ-ઇશ્વર મગજમાં બેસી જાય તો બધી ભ્રાંતિઓ મટી જાય. સંત મેકણદાદા અને સંત કબીર વિશે. @13.00Min.આધ્યાત્મિક ક્ષેત્રમાં સાધના માટે બે અનિર્વાર્ય અંગો શ્રદ્ધા અને વિવેક છે. શ્રદ્ધા હ્રદયની અને વિવેક મસ્તિષ્કની વસ્તુ છે. બંન્ને એક્બીજાના પૂરક થાયતો સાધના થાય. અને આ બંન્નેનો યોગ કરાવી આપે તે સત્સંગ કહેવાય. 15.30Min. આંતરિક અસ્પષ્ટતા હોય તો સાધના ફળ નહી આપે. @16.00Min. બ્રહ્મસુત્ર શું કામ કરે છ? આગળ સાંભળો. 18.30Min. બ્રહ્મસુત્રના ચાર અધ્યાય છે. @20.30Min. શન્કરાચાર્ય, માધવાચાર્ય, રામનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યોએ ૮મી થી ૧૮મી શતાબ્દિ સુધી   બ્રહ્મસુત્ર પર ભાષ્યો રચ્યા છે. આચાર્યો ગ્રંથમાંથી પોતનો મત સાબિત કરે છે. એને પૂર્વ સ્થાપિત સત્ય કહેવાય, અને તે એટલું સુખદાયી નથી હોતું એટલે  તેમાંથી વાદ ઊભા થાય છે. @26.00Min.  વિષ્ણુ શહસ્ત્ર નામ, ભગવાનના નામોનો અર્થ. @29.30Min. શ્રધ્ધા અને વિવેકમાંથી વિવેકની ઉપેક્ષા કરવામાં આવે તો શું થાય? પુષ્ટિમાર્ગનો અર્થ. @31.25Min.અંધ શ્રદ્ધાનું ઉદાહરણ લંડનમાં સુરત તરફના પટેલોનું મંદિર અને મથુરા તરફના માતાજીને પંચામૃત સ્નાન વિશે. @36.20Min. ભજન, ઉધો કરમનકી ગતિ ન્યારી, મનરો લાગ્યો  મેરા યાર ફકીરીમેં , શ્રી રાજકુમાર

 

વ્યાસજીનો પહેલો સમન્વાધ્યાય, ભય સ્થાનો. વિરોધાભાષ અને ઉદાહરણો. @15.00Min. આમેરિકામાં અકસ્માત વિશે. @18.00Min. ગીતાના સ્લોકો પરસ્પર ટકરાય છે. ટકરાતાં વાક્યોનો સમન્વય કરવો એનું નામ છે શાસ્ત્ર પરિશિલન. @20.50Min.   જગત કેવી રીતે ઉત્પન્ન થયું? બ્રહ્મસુત્ર અને ઉપનિષદમાં જે સૃષ્ટિનો ક્રમ છે તે પુરાણો કરતાં જુદોજ છે. સૃષ્ટિની પૌરાણિક રચના કોઇ અમેરિકન, ધોળિયાને કે તમારા પોતાના બાળકને ન સમજાવી શકાય પરંતુ બ્રહ્મસુત્રની ઉત્પત્તિને સમજાવી શકાય. @24.00Min. ડાર્વિનનો કેસ અને કોર્ટનો ચુકાદો. @29.00Min. ભગવાન સંબંધી સ્પષ્ટતા-ભગવાન એકજ છે તો કોઇ મોટો નથી કે કોઇ નાનો નથી. @30.20Min. એક ઘટેલી ઘટના, બુદ્ધના સમયની ઘટના. @39.00Min. બીજો અવિરોધાધ્યાય, વિરોધ વિનાનું ચિંતન રીફાઇન્ ન થઇ શકે. @44.50Min. ચિંતનના પ્રકાર.

 

@Begin. પરમાણુંઓનું છેવટનું રુપ સત્વ, રજ અને તમ એમ ત્રણ ગુણો વાળી પ્રકૃતિ છે. બ્રહ્માંડોની રચના પ્રકૃતિમાંથી થઇ છે, એનું પૌરાણિક રુપ છે શિવ અને પાર્વતિ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે પૌરાણિક દેવો છે, વૈદિક નથી. એમાંથી એક્બીજામાં મેળવીને ૯ રુપો થયા તે નવદુર્ગા. જ્યારે બ્રહ્માંડોની રચના કરવાની હોય અને ત્યારે પરમાણુંઓનું જે સંયોજન કરે તેનું નામ પર્મેશ્વર. @6.00Min. ચિંતનના ત્રણ પ્રકાર, ગ્રંથ બદ્ધ, વ્યક્તિ બદ્ધ અને મુક્ત ચિંતન. દેશના સુધારકોમાં મોટે ભાગે બ્રહ્મણો થયા, કેમ? યુરોપનો પ્રવાસ, માઇકલ એંજલો, ગેલિલિયો વિશે. @13.30Min.બુધ્ધ અને મહાવીરનું ચિંતન. ગતિશીલ જગત, ઉદાહરણો. જગત અને સત્ય બન્ને સાથે ચાલતા હોય છે. @24.40Min. નાસ્તિકોની સભા. યુરોપનું ચિંતન પ્રયોગશાળામાં ગયું એટલે મુક્ત થયું. @34.30Min. ભારતનું સુખદ્રોહી ચિંતન.  @35.50Min. ભજન, ભૂતળ ભક્તિ પદારથ મોટું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ – શ્રી અશિત દેસાઈ વિગેરે

 

@Begin. ડુપ્લીકેટ જીવન વિષે. @6.10Min. અવિરોધાધ્યાય અથવા વિરોધ-પરિહારાધ્યાય. પૂર્વ અને પશ્ર્ચિમ-સુખ શાંતિનો ભેદ.પશ્ર્ચિમની સુખેચ્છુ પ્રજા સગવડોને આધિન હોય સતત વિજ્ઞાનનો વિકાસ કરતી રહી. ભારતની શાંતિને ઇચ્છનાર પ્રજા સગવડોને આધિન નથી, સુખના ત્યાગમાં શાંતિ છે એવું માને છે, એટલે અહીં વિજ્ઞાનનો વિકાસ થયો નથી. @12.30Min. પશ્ર્ચિમનો પરિણામ આપતો ત્યાગનો અર્થ અને ભારતનો વાંઝિયો ત્યાગ. @16.00Min. આપણા ચાર પુરુષાર્થો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.  વિકાસની પ્રેરણા આપનાર અર્થ અને કામ પર ચોકડી મુકી દેવામાં આવી. @18.30 બુદ્ધનું ચરિત્ર. ભર નિંદ્રામાં પોતાની પત્નિને મુકીને ભાગી ગયા તેવા બુદ્ધનો જયજયકાર થયો, પરંતુ સ્ત્રીના પક્ષમાં શું વેદના હતી તેનું કોઇએ ધ્યાન આપ્યું નહીં. @20.00Min. રામાનુજે પણ એમની સ્ત્રીનો ત્યાગ કર્યો હતો જે એના માટે આખી જીંદગી ઝુરતી રહી. તેઓ બાપ મર્યો ત્યારે હવન કરતા હતા અને મા મરી ત્યારે મંદિરમાં ઘડે ઘડે પાણી ભરતા હતા, મહાન થઇ ગયા. @23.30Min. સાધનાધ્યાય –  સાધનો શું બતાવ્યા છે? સ્વર્ગ સુખ-ભોગી વર્ગના સાધનો યજ્ઞો.પૂર્વ મિમાંસકોનું સાબર ભાષ્ય વાંચશો તો… એમાંથી બુદ્ધ ધર્મ પેદા થયો. સ્વર્ગના સુખની કલ્પનાઓ. @33.10 ઇન્દ્રનું ચરિત્ર કોઇ આદર્શ ચરિત્ર નથી. દિલકો બહેલાનેકો ગાલિબ ઝન્નતકા ખયાલ અચ્છા હૈ… પૂર્વ જન્મની વાત અને વાસ્તવિકતા વિષે. @39.20Min. વિધવાના પુનર્લગ્ન વિષે. સહજ જીવન જીવો. @45.00Min. પટેલના છોકરાને સાધુ બનતો રોક્યો.
@Begin. ફલાધ્યાય ભક્તિમાર્ગ(ગીતા)ના મૂળ બ્રહ્મસુત્રમાં છે.તમારા ઇષ્ટદેવના નામની સતત આવૃતિ કર્યા કરો. અથવા હરિ ૐ કે ફક્ત ૐ ની આવૃતિ કર્યા કરો. એટલે કે જપ કર્યા કરો, એનું ચોક્કસ પરિણામ આવશે. @7.35Min.   આધ્યાત્મનું અને વિજ્ઞાનનું સત્યનો સરવાળો કરો. @11.30Min. કાશીના એક યોગીનું અને એક કુંભારનું મ્રુત્યુ. @23.40Min. આપણે જાગીએ, ગુજરાતની ભોળી પ્રજાને બહારના લોકો લૂંટે છે તેનાથી બચીએ. તમારો ધંધો એજ તમારી ઉપાસના છે. @26.40Min. આભાર વિધિ. @30.00Min. ભજન, પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી, જતન કર આપના પ્યારે – શ્રી રાસ વિહારી દેસાઈ અને શ્રી નારાયણ સ્વામી