સમજ અને ગેર-સમજ – દંતાલી આશ્રમ

Side A –

– સમજ એટલે કોઈપણ વસ્તુને સત્ય સ્વરૂપે જાણવી. ગેર સમજ એટલે કોઈપણ વાસ્તુને ઊલટી રીતે, ખોટી રીતે સમજવી. ગેર સમજના કારણે જેટલા ઝગડા, કલેશ, કંકાશ થતા હોય છે એટલા સમજના દ્વારા થતા નથી. ગેર સમજને રોકી શકાય. તમારા મિત્રો, સંબંધી, સગાંઓ એમના સંબંધી જે કઈ વાતો કરો તો તેના રૂબરૂ કરવાની, પાછળથી સાંભળેલી વાત એક પક્ષીય કે ખોટી પણ હોય, કારણકે સંભળાવનાર માણસ હંમેશા પોતાના પક્ષને મોટો કરીને બતાવતો હોય છે અને સામેના પક્ષને ખોટો કરીને બતાવતો હોય છે. ડાહ્યો માણસ બન્ને પક્ષની વાતો સાભળીને નિર્ણય કરે. ઘણીવાર એવું બને કે પ્રત્યક્ષ જોયેલી વાત પણ ખોટી હોય. @4.44min. જૈન મુનિનું ગેર સમજનું ઉદાહરણ સાંભળો.@9.09min. ગેર સમજથી બાપને મારી નાંખવા તૈયાર થયેલો રાજસ્થાનમાં ભીનમાળમાં થયેલા માઘ કવિનું ઉદાહરણ જરૂર સાંભળો. કહેવાય છે કે કાવ્યની ઉપમા કાળીદાસની, અર્થ ગૌરવ-ગાંભિર્ય- ઊંડાણ ભાર્વીનું, પદની લાલિતતા દંડી કવિની અને આ ત્રણે ગુણો એકી સાથે જોવા હોય તો તે કવિ માઘમાં. @23.04min. “પરદેશ જમાઈ તે સુવર્ણ તુલ્ય, દેશ જમાઈ તે ચાંદી તુલ્ય, ગામ જમાઈ તે બ્રાહ્મણ તુલ્ય અને ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય” સ્વમાન જ્યારે પૈસા સાથે સંધિ કરે ત્યારે પૈસો જીતે અને સ્વમાન હારે. પ્રત્યેક પત્ની દરિદ્ર અવસ્થામાં પતિનું માથું ખાતી હોય છે. @28.08min. આજ ઉદાહરણમાં ગેર સમજનું બીજું રાજા-રાણી અને તેના માળીનું ઉદાહરણ સાંભળો. @31.12min. જાણ્યા, સમજ્યા, વિચાર્યા વગરનું કામ એ તો આપત્તિઓ લાવનારું છે પરંતુ જે લોકો ધીરજ રાખીને તપાસ કરીને કામ કરે છે એમને આપોઆપ સંપત્તિ મળતી હોય છે. રાજાએ કવિ માઘની પત્નીને સવા લાખ સોના મહોરો ભેટ આપી. ખાસ કરીને સ્ત્રીઓના જે નાના-મોટા અપરાધ હોય તેને લાંબા સમય સુધી તપાસ કરીને નિર્ણય લેવો જરૂરી છે. @33.27min. ભરત લશ્કર લઈને રામને પાછા વાળવા માટે જઇ રહ્યા છે અને તેની નીશાદને ગેર સમજ થઇ. વધુ આગળ શું થયું તે સાંભળી લેવું. જે રસ્તે રામ ગયેલા તે રસ્તે કેવટ મળ્યો. “પગ મને ધોવા દ્યો રઘુરાય” મિલન અને વિયોગ આ બંનેનું નામજ સંસાર છે. @39.09min. મહેલ કે પર્ણકુટી એ સુખ-દુઃખનું કારણ નથી પરંતુ અંદર રહેનારા સુખ-દુઃખનું મૂખ્ય કારણ છે. એક ભિખારી-ભિખારણનું ઉદાહરણ.સુખનું મૂળ અશ્વર્ય નથી પણ પ્રેમ અને લાગણી છે. @42.29min. રામાયણના મિલનો – રામ-ભરતનું, રામ-હનુમાનનું, હનુમાન-વિભીષણ અને છેવટે પાછું રામ-ભરતનું. આ બધા અદભૂત મિલનો છે. નીતિકારે લખ્યું છે કે ત્રણ જગ્યાએ સંતોષ કરો, પોતાની પત્નીમાં(પતિમાં), ભોજનમાં અને ધનમાં. @46.54min. રોટલાની અને વહાલની વફાદારી વિશે. @49.10min.રામાયણ સંસારનો ગ્રંથ છે, સંસાર ત્યાગનો નથી પણ સંસાર સુધારનો ગ્રંથ છે.

Side B –