[ સ્વામીજી પોતે ગાંધી પ્રેમી છે, ગાંધીવાદી નથી. ગાંધીજી સાથે ઘણી બાબતોમાં તેમને મતભેદો છે છતાં તેઓ એવું માને છે કે “પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક કોઇનામાં, આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધીજી.”  ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય,  પરંતુ આ એક સાચો માણસ હતો. તે ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. ગાંધી જયંતી નિમિતે માણીએ સ્વામીજીના ગાંધીજી વિશેના પ્રવચનો. ]

મુલ્યનિષ્ટ રાજકારણ – અમદાવાદ,  ગાંધીમુલ્યોની વિસ્ત્તૃત સમજણ

listen – Side A

@8.15Min. મુલ્યોના ચાર ભાગ – ધર્મિક, સામાજીક, રાજ્કીય અને નૈતિક. ગાંધીજીની ચારે ચાર મુલ્યો પર પકડ હતી. મારા જીવન ઉપર ગાંધીજીનું મોટું પ્રદાન છે એટલે હું કદી સાંપ્રદાયિક નથી રહ્યો. હું વિશાળતાથી બધા ધર્મોને તથા સંપ્રદાયોને જોઇ શક્યો છું. શ્રી અરવિંદ કે તેનો ગ્રંથ સાવિત્રીને હું સમજી શક્યો નથી એટલે મારે પ્રવચન કરવાનું ટાળવું પડ્યું છે. @14.20min. ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલામાં જઇને રહે. મારા આશ્રમમાં, હરિજન ભાઇને મેં પૂજારી તરીકે રાખ્યો તો મારે ઘણું સહન કરવું પડ્યું. @18.15Min. રાજકીય મુલ્યોમાં ગાંધીજીની સાવધાની. @33.55Min. ઇંદીરા ગાંધીના કટોકટીના સમયથી કેવી રીતે રાજકીય મુલ્યો બગડ્યા? @46.45Min. આપણા બંધારણ વિશે.
to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″]
મુલ્યનિષ્ટ રાજકારણ
[/list]