તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન

તત્વજ્ઞાન અને ગૃહસ્થ જીવન – અમદાવાદ

Side A –
– જીવન જ્યોત ટ્રસ્ટના ઉપક્રમે – આ વિષય બે ભાગમાં વહેંચાયેલો છે. તત્વજ્ઞાનની ત્રણ કક્ષાઓ તે જીજ્ઞાસા, ચિંતન અને સાક્ષાતકાર. જીજ્ઞાસા એ પ્રાથમિક પગથીયું છે. માણસને જાણવાની તીવ્ર ઈચ્છા થાય એટલે સાધના શરુ થાય. જીજ્ઞાસાને આપણાં શાસ્ત્રમાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અહિયાં વ્યક્તિ પોતે પોતાના દ્વારા જ્ઞાનનો માર્ગ તય કરે છે. બીજી જગ્યાએ નિશ્ચિત કરેલાં લક્ષ્યો, પરિણામો સીધા વ્યક્તિના મગજમાં બેસાડી દેવામાં આવે છે. એટલે અહિયાં પ્રત્યેક વ્યક્તીને બ્રહ્મને શોધવો પડે છે. એટલે બ્રહ્મસુત્રનું પહેલું સુત્ર લખવામાં આવ્યું છે કે “अथातो ब्रह्म जिज्ञासा. @4.17min. આમ આધ્યાત્મિક જ્ઞાનના બે ક્ષેત્રો થયાં. આપણે ત્યાં જ્ઞાનમાર્ગ એ લાંબી સાધના છે. કોઈ સાધના અનુભવ વિનાની હોતી નથી અને કોઈ અનુભવ જો સાચો હોય તો ગુરુ થયા વિના રહેતો નથી. અનુભવ એ મોટામાં મોટો ગુરુ છે. (more…)