જન્મ અને મૃત્યુ

જીવનના બે છેડા જન્મ અને મૃત્યુ – તારાપુર પ્રજાપતિ સમાજ – હરિઓમ સ્વામીનું બહુમાન પ્રસંગે

Side A –
– જીવનના બે છેડા છે, પહેલો પ્રસુતિ ગૃહમાંથી શરુ થઈને બીજો સ્મશાનમાં પૂરો થાય છે. પ્રસુતિ ગૃહમાં બાળકોજ બાળકો, સ્મશાનમાં 3X6 ફૂટના ગાળામાં સેંકડો માણસો સૂતા છે એમાં કેટલાક તો મૂછો વાળા, ધારિયું લઈને ફરતા. હવે કોઈ કોઈને કહેતું નથી કે તું આઘો ખાસ. આ બે છેડાની વચ્ચે જીવન છે અને એ બધાનું એક સરખું નથી હોતું. કેટલાયે માણસો દેવાદાર હોય, એમને ઊંઘ ન આવે અને કેટલાયે જાતવાન હોય છે. @4.28min. એક ખાનદાન સજ્જનની વાત સાંભળો કે તે મરવા પહેલાં પોતાના દીકરા માટે દેવું મૂકીને ગયા, દીકરા પાસે દેવું વાળવાનું વચન લીધું આ પટેલ છોકરાએ બધું દેવું ભરપાઈ કરી દીધું. રામને 14 વર્ષની પનોતી બેથી હતી, જયારે પનોતી પૂરી કરીને અયોધ્યા આવ્યા ત્યારે પેલા ધોબીએ શાંતિથી જીવવા ન દીધા. જો રામની દશા આવી હોય તો હું અને તું કોણ છીએ? ગ્રહદશા બગડે તો બગડે પણ ઈશ્વરને પ્રાર્થના કરજો કે દાનત ન બગડે. (more…)