સ્મશાન યાત્રા

સ્મશાન યાત્રા – અમદાવાદ નીલકંઠ મહાદેવમાં આશીર્વાદ મેડીકલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં પ્રવચન

Side A –
– પાંચ યાત્રાઓ યાદ રાખો – જીવન યાત્રા, ઉદર યાત્રા, જ્ઞાન યાત્રા, વિજ્ઞાન યાત્રા અને સ્મશાન યાત્રા. જીવન સ્વયં એક યાત્રા છે. માણસ પ્રત્યેક દિવસે ડગલાં ભરતો હોય છે, કોઈ આલિશાન મહેલમાં રહીને જીવે તો કોઈ ફૂટપાથ ઉપર જીવે, કોઈ બત્રીસ પકવાનો ખાતો જીવે કે કોઈ ભૂખ્યો રહીને જીવે. એની સાથે સાથે ઉદર યાત્રા ચાલતી હોય છે. માણસ, ભૂખ લાગે ત્યારે કોઈની શરમ ન રાખે. પેટનો આટલો મોટો આવેગ ન હોત તો કદાચ જીવનજ ન હોત. જેણે જીવનનો સાક્ષાત અનુભવ કરવો હોય તો, એણે ભગવાન પાસે એવું માંગવાનું કે મને થોડા ભૂખના દિવસો આપજે જેથી ખબર પડે કે ભૂખ શું વસ્તુ છે? સાધુઓને ગાદીએ બેસાડે તે પહેલા એની પાસે બાર વર્ષ ભ્રમણ કરાવે છે, એટલે એને એમાંથી જીવનની દ્રષ્ટિ મળે, પછી જયારે ગાદી પર બેસે ત્યારે આવનારની વાત સમજી શકે. (more…)