મૃત્યુ પછી શું?

મૃત્યુ પછી શું? – મુંબઈ

Side A –
– શ્રી સુરેશ દલાલની ભૂમિકા – @2.10min.

– હું જીવનનો માણસ છું, મર્યા પછીનો નથી. મૃત્યુ પછી શું? નો એટલો વિચાર કર્યો, કે એમાં જીવન અટવાઈ ગયું. ત્રણ મુખ્ય વાદો: વાસ્તવવાદ, આદર્શવાદ અને રહસ્યવાદ. વાસ્તવવાદ અને આદર્શવાદ વચ્ચે બહુ મોટું અંતર છે. આદર્શવાદ કપડા પહેરાવ્યા વિનાનો હોતો નથી. આદર્શવાદથી જીવનની પ્રેરણા મળે, પ્રશ્નો ન ઉકેલાય. પ્રશ્નો તો વાસ્તવવાદજ ઉકેલી શકે. વાસ્તવવાદ પ્રશ્નો ઉકેલી શકે પણ પ્રેરણા ન આપી શકે. આ બંનેમાં બહુ મોટો વિસંવાદ છે. સામાન્ય રીતે આપણે વાસ્તવવાદી ઓછા છીએ અને આદર્શવાદી ઘણા છીએ. @6.00min. તમે એવી કલ્પના કરી શકો કે બુદ્ધ અને મહાવીરને કોઈ કોઈ વાર વિકાર થતા હતા? તમે એવું લાખો તો લોકો મારવા દોડે. વાસ્તવવાદ એમ કહે છે કે એ શક્ય છે. ગાંધીજીએ લખ્યું હતું કે ૬૦ વર્ષની ઉંમરે પણ મને વિકાર થતા હતા. આદર્શવાદ વાસ્તવવાદને સ્વીકારી નથી શકતો. @7.39min. રહસ્યવાદ: માણસને બહુ પ્રાચિન કાળથી આ રહસ્યવાદ વળગેલો છે. સૃષ્ટિ કોણે બનાવી? હું શું છું? મારી પ્રકૃતિ કેમ આવી છે? વિગેરે માણસને પ્રશ્નો થતા રહે છે. ક્રિસ્ચિઅનોનો રહસ્યવાદ, ઈજીપ્તની પીરામીડોનો રહસ્યવાદ. આ રહસ્યવાદને કદી ઉકેલી ન શકાય અને ઉકેલી શકાય તો રહસ્યવાદ રહેજ નહિ. (more…)