1. આચાર અને વિચાર દ્વારા ધર્મ એક વ્યવસ્થા આપે છે.

2. જ્યારે આચાર-વિચાર બન્નેથી ઘોર અસંતોષ થાય ત્યારે વ્યક્તિ ઇચ્છે તો ધર્મ બદલી શકે છે. કારણ કે ધર્મવ્યવસ્થાથી તે સુખી-દુ:ખી થતો હોય છે.

3. આવું ધર્માંતરણ સ્વૈચ્છિક અને સમજપૂર્વકનું હોવું જોઈએ.

4. ધર્માંતરણ જો માત્ર વ્યક્તિનો જ પ્રશ્ન હોય ત્યાં સુધી તેની છૂટ હોવી જોઈએ. પણ જ્યારે સમૂહના સમૂહો ધર્માંતરણ કરે ત્યારે છૂટ અપાય નહિ.

5. ધર્માંતરણથી રાષ્ટ્રની એકતા-અખંડિતતા જોખમાતી હોય તો ધર્માંતરણની છૂટ અપાય નહિ.

6. ભારતમાં વર્ષોથી—સદીઓથી ધર્માંતરણ ચાલી રહ્યું છે.

7. મુસ્લિમોના આગમન પહેલાં જે જે વિદેશી રાજાઓ અને પ્રજાઓ આવ્યાં તેણે કોઈનું પણ કશું ધર્માંતરણ ન કર્યું. તે પોતે ચાલુ પ્રવાહમાં ભળી ગયા. જેથી રાષ્ટ્રીય એકતા દૃઢ થઈ.

8. ધર્માંતરણ મુસ્લિમોના આગમન પછી વધ્યું. કારણ કે તેમનો એક મહત્ત્વનો હેતુ હતો પરાજિત રાજા કે પ્રજાને ધર્માંતરણ કરાવવું.

9. ખ્રિસ્તી ધર્મના પાદરીઓ, શાસકોના આવતાં પહેલાં અહીં પહોંચી ગયા હતા પણ ખાસ ધર્માંતરણ થતું નહિ.

10. મહારાણી વિક્ટોરિયાના અવસાન પછી અંગ્રેજોનો હેતુ ધર્માંતરણનો ન રહ્યો. તેથી પાદરીઓ બહુ ધીમી ગતિએ ધર્માંતરણ કરતા હતા.

11. મોટા ભાગે આવું ધર્માંતરણ દલિતોના એક ખાસ વર્ગ પૂરતું જ થતું.

12. ધર્માંતરણ થયા પછી પણ આ વર્ગનો રોટી-વ્યવહાર અને બેટી-વ્યવહાર ચાલુ રહેતો. એટલે સમાજ એક જ રહેતો.

13. ભારતની આઝાદી પછી ધર્માંતરણની પ્રવૃત્તિ ખૂબ જોરથી વધવા લાગી.

14. હવે ધર્માંતરણનો હેતુ માત્ર ધર્મ બદલવા પૂરતો જ ન રહ્યો પણ તેનો હેતુ તે કોઈને પોતાના ધર્મમાં પ્રવેશ આપી શકતા નથી. કદાચ કોઈ પ્રવેશે તો રોટી-વ્યવહાર તો કરી શકે છે. (તે પણ હવે, પહેલાં નહિ) પણ બેટી-વ્યવહાર કરી શકતા નથી. તેથી આવનારને ભારે અગવડો થાય છે.

15. ઇસ્લામ, ખ્રિસ્તી અને બૌદ્ધધર્મ પ્રસારક્ષમ છે. તે બધાને પોતાના ધર્મમાં દીક્ષિત કરવા માગે છે, કરે છે. 16. હિન્દુ-જૈન-પારસી-યહૂદી વગેરે ધર્મો પ્રસારેબલ (પ્રસારક્ષમ) નથી. તે કોઈને પોતાના ધર્મમાં પ્રવેશ આપી શકતા નથી. કદાચ કોઈ પ્રવેશે તો રોટી-વ્યવહાર તો કરી શકે છે. (તે પણ હવે, પહેલાં નહિ) પણ બેટી-વ્યવહાર કરી શકતા નથી. તેથી આવનારને ભારે અગવડો થાય છે.

16. હિન્દુ-જૈન-પારસી-યહૂદી વગેરે ધર્મો પ્રસારેબલ (પ્રસારક્ષમ) નથી. તે કોઈને પોતાના ધર્મમાં પ્રવેશ આપી શકતા નથી. કદાચ કોઈ પ્રવેશે તો રોટી-વ્યવહાર તો કરી શકે છે. (તે પણ હવે, પહેલાં નહિ) પણ બેટી-વ્યવહાર કરી શકતા નથી. તેથી આવનારને ભારે અગવડો થાય છે.

17. હિન્દુપ્રજામાં ધાર્મિક રીતે એટલી બધી ચઢ-ઊતરની કક્ષાઓ છે કે તે બધામાં એકતા અને આત્મીયતા થવી બહુ કઠિન છે.

18. આ કારણે જે ધર્માંતર થાય છે તે માત્ર હિન્દુઓમાંથી જ થાય છે.

19. મોટા ભાગે આવું ધર્માંતરણ આચાર-વિચારના અસંતોષથી નહિ, પણ લોભ-લાલચ આપીને પણ થાય છે.

20. ધર્માંતરણથી હિન્દુપ્રજાની સંખ્યા ઘટી રહી છે, જેની પરવા સ્વયં હિન્દુપ્રજાને નથી, કારણ કે હિન્દુપ્રજા રાજકીય પ્રજા નથી. રાજકીય પ્રજાને હંમેશાં પોતાનું રાજકીય ભવિષ્ય દેખાતું હોય છે. તે પ્રમાણે તે ચાલતી હોય છે. જેમ કે મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે. ધર્માંતરણના દ્વારા તેમણે ઘણાં લક્ષ્યો મેળવ્યાં છે. વિશ્વનો ઘણો ભાગ તેમણે પોતાના રંગે રંગી નાખ્યો છે. હિન્દુ પ્રજાએ પોતાનો રંગ ક્યાંય ચઢાવ્યો નથી. કારણ કે તે રાજકીય પ્રજા નથી.

21. હિન્દુપ્રજા, રાજકીય પ્રજા તો નથી, ધાર્મિક પ્રજા પણ નથી. હિન્દુપ્રજા સાંપ્રદાયિક પ્રજા છે અને આત્મલક્ષી પ્રજા છે. તેને ધર્મ કરતાં પોતાના સંપ્રદાયમાં વધુ રસ છે અને આત્માનો મોક્ષ થાય તેમાં રસ છે.

22. સંપ્રદાયવાદ અને આત્મવાદ (અધ્યાત્મવાદ) આ બન્નેના કારણે તે વૈશ્વિકવાદી નથી થઈ શકી.

23. તેથી તેનો ક્ષય થતો રહ્યો છે. તેનામાં સાંપ્રદાયિક એકતા તો કરી શકાય છે. પણ ધાર્મિક એકતા નથી કરી શકાતી અને આત્મવાદ તેને એકાકી બનાવી મૂકે છે. “હું અને મારો આત્મા અને મારો મોક્ષ. બસ, બીજું બધું કાંઈ નહિ, જેનું જે થવું હોય તે થાય.” આવી સ્થિતિ છે તેની, તેમાં પછાત વર્ગો પ્રત્યે તેને પ્રબળ રાગ નથી. તેમના ધર્માંતરણને કશા જ ખળભળાટ વિના સ્વીકારી લે છે. જેથી દેશી-વિદેશી ધર્મપ્રચારકોને છૂટો દોર મળે છે.

24. છેલ્લા કેટલાક સમયથી આંખ ઊઘડવા લાગી છે. પણ બહુ મોડું થઈ ગયું છે. તેથી થોડો ખળભળાટ થવા લાગ્યો છે. તે પણ બહુ પ્રભાવશાળી નથી.

25. આપણા બંધારણમાં ધર્માંતરણની છૂટ આપવામાં આવી છે. વિશ્વના બધા દેશોમાં આવી છૂટ નથી હોતી. ખાસ કરીને ઇસ્લામિક દેશોમાં આવી છૂટ નથી હોતી. ત્યાં કોઈ વ્યક્તિ મુસ્લિમ તો થઈ શકે છે પણ કોઈ મુસલમાન બીજો ધર્મ સ્વીકારી શકતો નથી.

26. ભારતમાં લગભગ શતપ્રતિશત ધર્માંતરણ હિન્દુઓમાંથી જ થાય છે. તેથી હિન્દુપ્રજા ઘટી રહી છે.

27. આવા એકપક્ષીય ધર્માંતરણથી રાજકીય સમસ્યાઓ પેદા થાય છે.

28. નાગાલૅન્ડ મિઝોરમ જેવા પૂર્વ ભારતના પ્રદેશો જુદા થવા માગે છે. જો તે ખ્રિસ્તી ન થયા હોત તો આવો પ્રશ્ન ન આવત.

29. પાકિસ્તાનનું નિર્માણ માત્ર ને માત્ર ધર્મના કારણે જ થયું હતું.

30. આ પ્રદેશોમાં સદીઓ પહેલાં શતપ્રતિશત હિન્દુઓ રહેતા હતા. (બૌદ્ધ-હિન્દુઓને એક ગણ્યા છે.)

31. લોકો ઇસ્લામ તરફ વળ્યા કે વાળ્યા જેના પરિણામે આ ભાગોમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ વધી ગયું.

32. તેનું રાજકીય પરિણામ આવ્યું દેશના ભાગલાના રૂપમાં.

33. મુસ્લિમો પ્રભાવશાળી સ્થિતિમાં આવે તો બિનમુસ્લિમોનું રાજ સ્વીકારી શકતા નથી. તેનું પરિણામ ભાગલા હતા. આ વિચારો વિશ્વભરમાં આજે પણ ચાલે છે.

34. જે રીતે ધર્માંતરણ ચાલી રહ્યું છે તે રીતે આવનારાં વર્ષોમાં હિન્દુપ્રજા બહુમતીમાંથી લઘુમતીમાં ફેરવાઈ જવાની. તેથી ફરી પાછા દેશના ભાગલા પડશે. આ મહાસંકટ દેશનેતાઓને દેખાતું નથી.

35. કેટલાક જાગૃત રાજકીય પક્ષો તથા નેતાઓ આ સ્થિતિને અટકાવવા પ્રયત્નો કરતા રહ્યા છે. પણ તેમનો વિરોધ હિન્દુનેતાઓ જ કરે છે. કારણ કે આ બધું ક્ષેત્ર તેમના મતદાતાઓનું થાય છે.

36. આવા કારણે ધર્માંતરનિષેધ કાયદો બનાવી શકાતો નથી.

37. અમને મત આપો અને ખુશીથી ધર્માંતરણ કરો. કરાવો. આવી સ્થિતિ થઈ છે.

38. વાત આટલેથી જ અટકતી નથી. જે અનામતો અને બીજા બધા લાભો માત્ર પછાત વર્ગોને અપાયા છે તેનો વ્યાપ હવે ધર્માંતરિત લોકો સુધી ફેલાવવાના પ્રયત્નો થયા છે.

39. સરકારની લઘુમતીઓ માટેની પંદરસૂત્રી યોજના, હિન્દુઓનું સત્યાનાશ વાળી નાખશે. જેમ કે જે લાભ તમને હિન્દુ રહેવાથી નથી મળતા તે અલ્પસંખ્યકોમાં દાખલ થવાથી તરત જ મળશે.

40. તેનો અર્થ તો એવો થયો કે હિન્દુધર્મ છોડો ને લાભ ઉઠાવો. તમે બ્રાહ્મણ-વાણિયા-પટેલ-દરબાર છો તો લાભ નહિ મળે. પણ જો ધર્માંતરણ કરો અને લઘુમતીમાં દાખલ થઈ જાવ તો તરત જ પંદરસૂત્રી યોજનાના અધિકારી થઈ જશો.

41. આ રીતે હિન્દુપ્રજાની સંખ્યા ઓછી કરવાનું આ સ્પષ્ટ ષડ્યંત્ર ચાલી રહ્યું છે.

42. સંતતિનિયમન અને કન્યાઓની અછતના કારણે હિન્દુપ્રજા પહેલેથી જ ઓછી ઉત્પાદક છે. હવે ધર્માંતરણથી તે વધુ ને વધુ ઓછી થતી જશે. 4

3. દુ:ખદ આશ્ચર્ય એ છે કે આવી સ્થિતિ કરનારા મતલોભી હિન્દુઓ જ છે. તેમને નજીકના મતો તો દેખાય છે, પણ દૂરનાં વિભાજનો દેખાતાં નથી.

44. પ્રત્યેક વિભાજન શાંતિથી થતાં નથી. વિભાજન પહેલાં વર્ષો સુધી ભયંકર પારસ્પરિક હિંસા થતી હોય છે.

45. આવી પારસ્પરિક હિંસામાં મોટા ભાગે હિન્દુપ્રજા જ માર ખાતી હોય છે. કારણ કે તે આક્રમક નથી, હિંસાવાદી નથી. સદીઓથી માર ખાતી આવી છે અને તેના મોટા નેતાઓએ માર ખાવાનો આદર્શ આપ્યો છે. તેને ગૌરવ છે કે અમે માર ખાઈને આઝાદી લીધી છે. મારીને નહિ.

46. આ રીતે સ્પષ્ટ છે કે હિન્દુપ્રજાનું ભવિષ્ય અંધકારમય છે.

47. આવું અંધકારમય ભવિષ્ય બનાવનારાં ત્રણ પરિબળો છે : 1. મતલોભી ટૂંકી બુદ્ધિના નેતાઓ, 2. વર્ણવાદી આભડછેટિયો વર્ગ અને 3. પોતાના પછાતભાઈઓ પ્રત્યે ઉપેક્ષા ધરાવતા આચાર-વિચારો.

48. પૂર્વે કહ્યું તેમ હિન્દુપ્રજા રાજનીતિક પ્રજા નથી. તેથી તે ખરા સમયે મતદાન કરવા જતી નથી. પૂરેપૂરું અને પરિણામલક્ષી મતદાન ન કરવાથી, તેના મતોની કિંમત નથી થતી. તેથી રાજનેતાઓ તેની ઉપેક્ષા કરે છે. તેને નારાજ કરી શકે છે.

49. જે લોકો પૂરેપૂરું અને હેતુલક્ષી મતદાન કરે છે તેમની ઉપેક્ષા ન કરી શકાય. તેમના મતોથી રાજસત્તા મેળવાય છે. પ્રત્યેક ચૂંટણી વખતે તેમને રાજી કરવા નવી-નવી અનામતો અને નવા-નવા આર્થિક-રાજકીય લાભોની યોજનાઓ આપવી પડે છે. આ બધી યોજનાઓ રાષ્ટ્ર-આધારિત નહિ પણ કોમ-આધારિત હોય છે. તેથી કોમવાદ વધે છે.

50. ચૂંટણી તો ચાલી જાય છે, પણ આપેલી યોજનાઓ સ્થાયી થઈ જાય છે. આ ભયંકર દૂષણ પ્રત્યેક ચૂંટણીએ વધતું જ જાય છે અને તે હિન્દુઓ પોતે જ વધારે છે. પોતે જ પોતાની ઘોર ખોદે છે.

51. ખરેખર તો હિન્દુપ્રજા રાજનીતિક પ્રજા નથી તેથી તેને રાજ કરતાં આવડતું નથી. તે પોતે જ પોતાનું ભવિષ્ય બગાડે છે. દેશના ફરીથી ટુકડા થાય તેવી યોજનાઓ કાઢે છે. આથી વધુ કરુણ શું હોય?

52. આ બધી ભવિષ્યની આપત્તિઓથી બચવું હોય તો, હિન્દુપ્રજા રાજકીય પ્રજા બને. (માત્ર સાંપ્રદાયિક કે આત્મવાદી નહિ) પૂરેપૂરું અચૂક મતદાન કરે. અને કોમલક્ષી લાભ પહોંચાડનારાને નહિ પણ પૂરા રાષ્ટ્રલક્ષી લાભો પહોંચાડનારાને મત આપે. અન્યથા રામ ભજો ભાઈ રામ.

53. આ કેટલો મોટો અન્યાય અને નવાઈ છે કે 80થી 90 ટકા રેવન્યુ આપનાર પ્રજા માટે (સવર્ણ હિન્દુ) એક પણ યોજના નહિ અને જે દશ ટકાય રેવન્યુ આપતા નથી તેમના માટે યોજનાઓ જ યોજનાઓ અને તે પણ માત્ર ગરીબો માટે નહિ શ્રીમંતો માટે પણ અને આ બધું મતલોભી ટૂંકી દૃષ્ટિના હિન્દુઓ દ્વારા.

1-9-09