ઉપનિષદ અને નકારાત્મક પૌરાણિક ચિંતન

ઉપનિષદ અને નકારાત્મક પૌરાણિક ચિંતન – દંતાલી આશ્રમ

Side A –
– ઉપનીશદો ચિંતનના ગ્રંથ છે. એમાં જીવનને સ્પર્શતી લગભગ પ્રત્યેક બાબતનું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે. એમાં જીવનનું-મરણનું, સ્થૂળ-સુક્ષ્મ, લૌકિક-અલૌકિક ચિંતન પણ છે. જીવનને સ્પર્શતી તમામે તમામ ઘટનાઓનું તેમાં ચિંતન કરવામાં આવ્યું છે. ઉપનિષદોને કથાનું માધ્યમ બનાવવાનો હેતુ છે કે આપણે એના અને પૌરાણિકના ભેદને સમજી શકીએ. દા.ત. પૌરાણિક ચિંતન, ભય ઉપજાવનારું છે. પહેલાં યમરાજ, ભયંકર આકૃતિ, કાળી મેસ જેવી, મોટી મોટી આંખો, બિહામણો ચહેરો અને વાહન પાડાનું. ફાંસલો નાંખવા માટે આવે અને પછી આ…મ ખેંચે એટલે નવસો નાડી અને બોતેર કોઠામાંથી જીવ નીકળે ત્યારે દશ હજાર વીંછીઓ કરડે એવી વેદના થાય.આ બધું સાંભળે એટલે સંભાળનારના અંદર ભય પેદા થાય. ભયંકર વેદના, માત્ર વેદનાજ નહિ, આ શરીરમાંથી છૂટ્યા પછીનો રસ્તો કેટલો ભયંકર, ત્યાં વૈતરણી નદી આવે, ત્યાં ધગધગતા કુંડ છે, કેટલા સર્પો કરડે, વીંછીઓ કરડે, અને પછી જીવ ત્રાહી ત્રાહી પોકારે, આ આખું પ્રકરણ ભયનું છે. આખા જીવનને ભયભીત બનાવી દેવાનું. (more…)