હિંદુ પ્રજાના ઉકેલ માગતા ચાર પ્રશ્નો – (૩)

[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

ભગવાન – આવકનું સાધન

સંપ્રદાયો અને તેમાંથી નીકળેલા પેટા સંપ્રદાયો બહુ જલદી સ્થાયી આવકવાળી નાની, મોટી એસ્ટેટ ઊભી કરી દેતા હોય છે. પ્રજાને ઠાંસી ઠાંસીને ‘ઓવર’ – ધાર્મિક બનાવાઈ છે, જેથી ધર્મના નામે બહુ જલદી તે પૈસાનો ઢગલો કરી આપે છે. નિરાકારી સંપ્રદાયો મુખ્યતઃ સદગુરુની સેવાના નામે તથા સાકારી સંપ્રદાયો ભગવાનના ભોગો નિમિત્તે ભાવિકો પાસેથી પ્રચુર ધન એકત્રિત કરતા રહે છે. ભગવાનના નામે કેસરિયાં દૂધ, માખણ, મિસરી, કાજુ, કિસમિસ, બત્રીસ પ્રકારની મીઠાઈઓ વગેરે વગેરે બહુ સહેલાઈથી હોંસે હોંસે લોકો પાસેથી મેળવી શકાય છે. સૌ જાણે છે કે ભગવાન તો આમાંથી એક કણ પણ આરોગવાના નથી. બસ, આ બધું અંતે તો ભક્તોને જ આરોગવાનું છે. કેટલીકવાર આ બધું ફરી પાછું કમાણી કરવાનું માધ્યમ બનીને આશીર્વાદી વેચાણ દ્વારા કમાણી કરાવી આપે છે. ભક્તિનો ઊભરો લાવો એટલે એક ભક્ત ઉત્તમ કક્ષાનું ગૌદાન કરે, બીજો ઘાસદાન કરે. ત્રીજો ગૌશાળા બાંધી આપે. આ બધું પરમાત્માને દૂધ પિવડાવવા માટે થયું. સૌ દાતા ભક્તો ધન્ય થઇ ગયા, કારણ કે તેઓ પરમાત્માને દૂધ પીવડાવતા થયા. (more…)