આપણી દુર્બળતાઓ

આપણી દુર્બળતાઓ – કોબા આશ્રમ – સ્નેહ મિલન સભા

Side A –
– સમાજો જે રીતે બને એનું કલેવર વ્યક્તિત્વ જેવું બને તે પ્રમાણે એને પરિણામ મળતું હોય છે. મોટામાં મોટો માનવ સમાજ છે. એમાં કેટલાયે પેટા સમાજ છે. @3.21min. ધર્મને આધારિત જે સમાજ થતો હોય છે, એનું વ્યક્તિત્વ કેવું હોય છે? એનું સ્વરૂપ કેવું હોય છે? ધર્મ એ સૌથી મોટું પ્રેરક બળ છે. શ્રી લંકાનું ઉદાહરણ સાંભળો. પ્રત્યેક ધર્મ દાન, ઉપાસના અને પરમ લક્ષ્ય આપતો હોય છે. લંકામાં એટલી બધી મૂર્તિઓ થઇ કે આ જે બૂત શબ્દ છે એ બુદ્ધ શબ્દનો અપભ્રંશ છે. બુદ્ધ ધર્મ પ્રસારેબલ છે, જૈન ધર્મ નથી. બુદ્ધ ધર્મ ફેલાયો ત્યારે વેક્યુમ હતું એટલે બહુ જલ્દી અડધી દુનિયામાં ફેલાઈ ગયો. @8.25min. બામિયાન અને શ્રી લંકાની બુદ્ધની મૂર્તિ વિશે. એક બહેનનો પ્રશ્ન: મંદિરમાં ભગવાનનું રક્ષણ કરવાની શી જરૂર? જવાબમાં સ્વામીજીએ કહ્યું કે મંદિરમાં છે, એ ભગવાનનું પ્રતિક છે એટલે એને સાચવવાની જરૂર છે. ખરા ભગવાનને તો મારનારો કોઈ છેજ નહિ. @11.14min. અકબરે બીરબલને પૂછ્યું કે તમે હિંદુઓ કેટલા બુદ્ધિ વિનાના માણસો છે કે એક પથ્થરની પૂજા કરો છો? (more…)