દર્શન ( આપણા શાસ્ત્રો ) – લંડન – ૧

દર્શન ( આપણા શાસ્ત્રો ) –  લંડન

દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.

Side 1A – 
– શાસ્ત્રના ત્રણ રૂપ છે. થીયરી બતાવનારું શાસ્ત્ર જેને દર્શન શાસ્ત્ર કહેવાય, આચાર આપનારું અને પ્રેરણા આપનારું શાસ્ત્ર, જેમાંથી થીયરી અને આચાર પ્રમાણે માણસને ચાલવાની પ્રેરણા મળે. પ્રેરણા શાસ્ત્રમાં મીથ હોય, એમાં ઐતિહાસિક તત્વ મહત્વનું નથી પણ એમાં ઘટનાના માધ્યમથી પ્રેરણા આપવામાં આવે તેવા ભાગવત, રામાયણ, મહાભારત વગેરે પુરાણોને આચાર શાસ્ત્રો કહે છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે. @8.30min. પ્રત્યેક વેદના ચાર-ચાર ભાગ છે, મંત્ર સંહિતા, આરણ્યક, બ્રાહ્મણ અને ઉપનિષદ. વેદોના ચાર ઉપવેદો – ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે, જે વેદોનું ભૌતિક રૂપ લોક-કલ્યાણ માટે જરુરી છે, એ ઉપવેદો છે. અજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ, સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ અને અથર્વ વેદ નો ઉપવેદ છે અર્થ વેદ. (more…)