દર્શન ( આપણા શાસ્ત્રો ) – લંડન – ૨

દર્શન ( આપણા શાસ્ત્રો )

દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.

Side 2A – 
– સંપ્રદાયોની વૈચારિક બાલ્યવસ્થા વિશેની તળાવ, નદી અને સમુદ્રના ઉદાહરણથી સમજણ. નાના બાળકોને એકજ સામાન્ય વાત આખી જીન્દગીભર સંભળાવ્યા કરો તો માણસ બાલ્યાવસ્થાથી મુક્ત ન થઇ શકે, આને વૈચારિક બાલ્યાવસ્થા કહેવાય. તમારી જીજ્ઞાસા જાગે અને વધુ આગળ જઈ શકો, કોઈ પ્રતિબંધ નહિ, તમારું મૌલિક ચિંતન પણ વિકસિત કરી શકો તમે પણ ઋષિ થઇ શકો અને એવી છૂટ હોવાને કારણે આપણે ત્યાં જુદા જુદા દર્શનો પેદા થયા. (more…)