ઉપાસનાના પ્રતીકો
ઉપાસનાના પ્રતીકો – નખત્રાણા, કચ્છ
Side A –
– ત્રણ શબ્દો યાદ રાખજો, ઉપાસક,ઉપાસના અને ઉપાસ્ય. ઉપાસના એટલે તમારા માટે જે અત્યંત જરૂરી હોય, એને મેળવવાનો પ્રયત્ન. કોઈ માણસ એવો નથી કે જેને પ્રિય-અપ્રિય કંઈ હોય નહિ. માણસ માત્રમાં કોઈને કોઈ પ્રકારની શ્રદ્ધા રહેલી છે, પણ એની શ્રદ્ધા ક્યાં છે? ઉપાસના ક્યાં છે? પ્રિયત્વ કઈ જગ્યાએ છે? અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા સમૃદ્ધ દેશમાં પૈસાના અતિરેકના દુઃખો એટલેકે વ્યસનોના ઊભા થયા છે. યાદવો બહું વ્યસની થયા કારણકે દ્વારિકા સોનાની હતી. @5.52min. પીવામાં અને પીવામાં સોનાની દ્વારિકા ખતમ થઇ ગઈ. કૃષ્ણ ના રોકી શક્યા. દુશ્મનોથી બચવું સહેલું છે પણ ઘરના માણસોથી બચવું અને ઘરના માણસોને જીતવું બહું કઠીન છે. વ્યસન અને વાસનાની ઉપાસના એવી પકડશે કે તમારી ગરદનને ઊંચી નહિ થવા દે. સુરત તરફ એક સાધુએ પત્રિકા છપાવી કે ગમે એવું દુઃખ પડે તો, ઓય ઓય કરજો પણ રામરામ ન કરશો. કેમ? માણસ ઉપાસના વિનાનો હોતો નથી પણ જેમ જેમ તમે રામની ઉપાસના કરતા જાવ અને ઉપાસના સફળ થતી જાય એમ એમ તમારું ઓય ઓય થતું બંધ થઇ જાય અને જીવન ધન્ય થઇ જાય. તમે પરમેશ્વરની ઉપાસના નહિ કરશો તો નાની નાની ચીજોની ઉપાસના કરશો અને એની પાછળ દોડ્યા કરશો. @9.05min. આઠ-દશ વર્ષ પહેલા આશ્રમમાં એક UP તરફના મહાત્મા આવેલા, વિદ્વાન પણ વ્યસનની આદતને લીધે રોજ પાંચ-સાત માઈલ ચાલીને ગાંજો પીવા જાય. વ્યસનની ઉપાસના એ તુચ્છ વસ્તુની ઉપાસના છે. (more…)