ડેમી મહાપુરૂષોથી બચો

[ સ્વામીજી પોતે ગાંધી પ્રેમી છે, ગાંધીવાદી નથી. ગાંધીજી સાથે ઘણી બાબતોમાં તેમને મતભેદો છે છતાં તેઓ એવું માને છે કે “પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક કોઇનામાં, આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધીજી.”  ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય,  પરંતુ આ એક સાચો માણસ હતો. તે ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. ગાંધી જયંતી નિમિતે માણીએ સ્વામીજીના ગાંધીજી વિશેના પ્રવચનો. ]

ડેમી મહાપુરૂષોથી બચો – ગણદેવી

listen – Side A

@2.30Min. જેને આપણે મહાપુરૂષ કહીએ છીએ એમાના મોટા  ભાગના (બુદ્ધ, મહાવીર સહિત) પરલોકનો પ્રશ્ન ઉકેલે છે પરંતુ આ લોકના પ્રશ્નોને તો કોઇ અડતુંજ નથી.  @8.30min. બહુ મોડે મોડે એક મહાપુરૂષ મળ્યા, જેણે પાયાના બધા પ્રશ્નો સ્પર્શ કર્યા, તેનું નામ છે મહાત્મા ગાંધીજી. @16.30Min. આ દેશને તો વાંઝિયું અધ્યાત્મ મળ્યું છે, આખી જીન્દગીભર ભોંયરામાં બેસી રહેનાર, ભગવાન બનીને પૂજાય છે. દાદા ભગવાનનું અહિં દશ કરોડનું મંદિર બંધાય છે, કયો પ્રશ્ન ઉકેલ્યો? ગાંધીજીની સમાંતર શ્રીમદ્ રાજચંદ્ર વિશે. પરાગજીભાઇ દેસાઇને હું મહાપુરૂષ માનું છું. @25.30Min. ભારતનું ન્યાયતંત્ર વિશે. @37.45Min. મહારાજા લાયબલ કેસ વિશે.