ધર્મ, રૂઢીઓ, આવેગો, લાગણીઓ – ૫
રૂઢીઓ
ધર્મનું ત્રીજું સોપાન રૂઢીઓ છે. કુદરતી વ્યવસ્થા પછી શાસ્ત્રીય વ્યવસ્થા કરતાં પણ વધુ પકડ જમાવતું ત્રીજું તત્વ રૂઢીઓ પ્રત્યેક પરંપરામાં થોડીઘણી તો હોય જ છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત થનારા રીતી-રિવાજો મોટા ભાગે રૂઢીઓ કહેવાય છે.જેમ કે બાળક જન્મે ત્યારે થાળી વગાડવી, સાકર વહેંચવી, તેનું નામ પાડવું, લગ્ન વખતે સાસુ દ્વારા વરનું પોંખાવું, નાક પકડવું કે બીજા રીતી-રિવાજો, થાપા લગાવવા, મામા દ્વારા કન્યાને તેડીને ચોરીમાં લાવવી, ખાવું-ખવડાવવું વગેરે રૂઢીઓ, જે પોતપોતાના રીતિરિવાજો તરીકે ઓળખાય છે, તે આપણા જીવનમાં કામ કરતી હોય છે. ઘણા લોકો તેને ડોશીશાસ્ત્ર પણ કહે છે. એક કાશીશાસ્ત્ર અને બીજું ડોશીશાસ્ત્ર. ઘણી વાર કાશીશાસ્ત્ર કરતાં ડોશીશાસ્ત્રની પકડ વધારે જોવા મળે છે. (more…)