જૈન સમારોહ
જૈન કલ્ચરલ ગ્રુપ સમારોહ – અમદાવાદ
Side A –
-સારામાં સારો ઘોડો હોય અને અસવાર સારો ન હોય તો એ સારો ઘોડો સારા પરિણામ ન લાવી શકે. ખરેખર તો ઘોડો નથી દોડતો પરંતુ ઘોડેશ્વાર દોડે છે. ઘોડાનું મહત્વ છે પણ બીજા નંબરે. તેજ પ્રમાણે તમારી પાસે સારામાં સારું લશ્કર હોય પણ સેનાપતિ સારો ન હોય તો એકલા લશ્કરથી તમે સારા પરિણામ ન લાવી શકો. એવીજ રીતે તમારી પાસે સારામાં સારો ધર્મ હોય, સારામાં સારું ધર્મશાસ્ત્ર હોય પણ જો એનો વ્યાખ્યાતા સારો ન હોય તો એ ધર્મના જોઈએ એવા પરિણામ ન લાવી શકો. શાસ્ત્ર અને ધર્મ રોજ રોજ ઉત્પન્ન થનારી વસ્તુ નથી, એ સનાતન છે, સાશ્વત છે પણ એની વ્યાખ્યા રોજના સંદર્ભમાં થતી હોય છે. સંદર્ભ વિનાની વ્યાખ્યા બિન ઉપયોગી થશે. ધર્મ એક મીણનું નાક છે તેને ગમે તે દિશામાં ફેરવી શકાય છે. ઉપદેશ હંમેશાં સંદર્ભ સાથે હોય છે. સંદર્ભ વગરનો ઉપદેશ હોતોજ નથી. સંદર્ભ ન સમજવામાં આવે અને માત્ર લખેલુંજ વાંચવામાં આવે તો બહુ ઉપયોગી ન થઇ શકે. ધર્મગુરુ શાસ્ત્રજ્ઞ, દેશજ્ઞ અને કાળજ્ઞ હોવો જોઈએ. જો દેશ અને કાળનું જ્ઞાન એને ન હોય તો માત્ર ધર્મશાસ્ત્રનું જ્ઞાન એને વેદિયાપણું લાવી આપશે. ધર્મની વ્યાખ્યા આપણે ત્યાં જુદી જુદી રીતે કરવામાં આવી છે. (more…)