ક્રાંતિ

ધર્મ ક્રાંતિ – મહેમદાવાદ – હરિજન ભાઈઓની શિબિરમાં

Side A –
– શરૂઆતમાં ઉદઘોષકનું પ્રવચન @4.33min. ધર્મના બે સ્થંભ છે. કુદરતી વ્યવસ્થા અને માનવતા. માનવતાને કેન્દ્રમાં રાખીને એકે એક એન્ગલથી માનવનું શામાં કલ્યાણ છે, માનવ શામાં સુખી થઇ શકે છે એનું જો ધ્યાન રાખવામાં આવે તો દુનિયાનો કોઈપણ ધર્મ પ્રજાનું કલ્યાણ કરનારો થઇ શકે. પરંતુ કુદરત વિમુખ થઈને, માનવતા વિમુખ થઈને ગમે એટલા ઉપવાસ કરો, સ્નાન કરો, તીર્થો કરો, યજ્ઞો કરો, હવન કરો, પાઠ-પૂજા કરો પણ પહેલો પ્રશ્ન એ છે કે તમે કુદરતને અનુકુળ છો? જે નિયમો બનાવ્યા છે તેનાથી તમે માનવતાને કચરો, પીડા આપો છો? આ બધું કરતા હો તો પછી તમારા મંદિરોમાં સોનાના શિખર હોય, છપ્પન ગજની ધજા હોય, રોજ છપ્પન ભોગ ધરાવતા હોય, પણ એટલું યાદ રાખજો કે આ ધર્મ નથી, આ એક તૂટી પડેલું મડદું છે અને માત્ર દુર્ગંધ મારવાનું છે, એનાથી પ્રજાનું કલ્યાણ નથી થવાનું. માત્ર ભારતજ નહિ, આખી દુનિયાના બધા ધર્મોને આ સંદર્ભમાં જુઓ. @8.18min. (more…)