કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા
કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા
Side A –
– આજે જયારે રામચરિત માણસની કથાઓ થાય છે અને વાલ્મીકી રામાયણ લગભગ ભૂલવા માંડ્યું છે તો વાલ્મીકી કથાનો હેતુ શું છે તે સાંભળો. રામાયણની કથામાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. @3.03min. પ્રજા ક્યારે મહાન બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. આટ-આટલી કથાઓ કર્યા પછી પણ પ્રજા મહાન કેમ નથી બનતી? આનો ઉત્તર જોઈતો હોય તો કથાના ચાર રૂપ સાંભળો. કર્તવ્ય કથા, વૈરાગ્ય કથા, વ્યક્તિ કથા અને તુક્કા કથા. આજે આ ચાર કથાઓમાંથી કઈ કથાઓ થઇ રહી છે? એનો નિર્ણય તમારે કરવાનો છે. કર્તવ્ય કથા – કર્તવ્ય એજ સાધના, એજ આરાધના, એજ ઉપાસના આ ઋષિ યુગ છે. ઈશ્વર તમારી સાથે છે પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી તમને થાય છે. કર્તવ્ય કથાઓ ન્યૂન થઇ ગઈ પછી વૈરાગ્ય કથા આવી, એણે શરીર પ્રત્યે ઘ્રણા કરાવી તે સાંભળો. શરીરમાં રાગ કરવા જેવો નથી અને સ્ત્રી તો નરકની ખાણ છે, મોહ પમાડનારી છે. અહિયાં કોઈ કોઈનું સગું નથી, આ બધાને છોડો આ વૈરાગ્ય કથા છે. વૈરાગ્યનું પરિણામ ત્યાગ છે. દેશ પુરુષાર્થીઓથી ઉંચો આવતો હોય છે. વૈરાગ્યની કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓ તો પેદા કરી શકો પણ સિકંદર, નેપોલિયન જેવા સાહસિક માણસો પેદા ન કરી શકો પણ મડદા જેવા માણસો પેદા કરી શકો. (more…)