કર્તવ્ય એજ ઉપાસના – મોરબી એન્જીનીયરીંગ કોલેજ
કર્તવ્ય એજ ઉપાસના – મોરબી એન્જીનીયરીંગ કોલેજ
Side A –
– ભારતનો એક માણસ જેટલી જમીન રોકીને બેઠો છે, તેના કરતાં ગોરો માણસ 30 ઘણી જમીન પર બેઠો છે અને 60 ઘણી સંપત્તિ ધરાવે છે, કેમ? ગોરા લોકોનું નાણાં ભંડોળ 600 ઘણું વધારે છે અને આખી દુનિયા એની મુઠ્ઠીમાં છે, શું કારણ છે? @3.26min. પંદરમી શતાબ્દીનું ઇંગ્લેન્ડ કેવું હતું? વાસ્કો-ડી-ગામા ચાર જહાજો લઈને ભારત આવ્યો, મરી-મસાલા લઇ ગયો અને પાછો 13 જહાજો લઈને આવ્યો ત્યારે કેરાલામાં ત્રણ રાજ્યો અંદરો અંદર લડ્યા કરતા હતા, તે પછીનો ઈતિહાસ સાંભળો. પોર્ટુગીઝનો પહેલો પગ ગોવામાં પડ્યો, આપણી જનતાએ એમને રોક્યો કેમ નહિ? પોર્ટુગીઝોએ ગોવા સુધીનો કાંઠો પોતાની મુઠ્ઠીમાં લઇ લીધો. સો વર્ષ પછી અંગ્રેજોએ પોર્ટુગીઝના જહાજમાંથી ભારત આવવાનો નકશો મેળવ્યો અને આમ ભારતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચો આવ્યા. આપણે ત્યારે હિમાલય તરફ દોડતા હતા અને લોકોને મગજમાં ઠાંસી ઠાંસીને ભરતા હતા કે ધર્મ બચાવવો હોય તો દરિયાથી દૂર રહો. આ દેશમાં આઝાદીની સાથે એક બહુ મોટું એન્જિન પ્રાપ્ત થયું, એનું નામ છે સરદાર પટેલ. એન્જિન વગર ડબાઓની કોઈ કિંમત નથી. (more…)