કર્તવ્ય પરાયણતા – લંડન

કર્તવ્ય પરાયણતા – લંડન

Side A –
– જે જીવનની વ્યાખ્યા સાથે વ્યવસ્થા કરે એનું નામ ધર્મ પણ જે જીવનની ઉપેક્ષા કરાવે અને જીવન પ્રત્યે નફરત કરાવે એને ધર્માભાષ કહેવાય. જે પ્રવૃત્તિ કરીએ પણ એમાં ધર્મ હોયજ નહિ તેને ધર્માભાષ કહેવાય. @3.48min. આપણી પાસે ઘણા શાસ્ત્રો છે. એક હિંદુ ધર્મજ એવો છે, જેની પાસે એકજ શાસ્ત્ર નથી, એકજ ભગવાન નથી કે એકજ વ્યવસ્થા નથી. બધુંજ ઘણું છે અને એટલું બધું હોવા છતાં એમાં કંઈક તતવ એવું છે કે બધાને તે એક કરીને રાખે છે, નવું જીવન આપે છે. મારી સમજણ પ્રમાણે આપણે હંમેશાં નવી વ્યાખ્યા અને નવી વ્યવસ્થાને સ્વીકાર કરીએ છીએ. જે લોકો નવી વ્યાખ્યા અને નવી વ્યવસ્થાને સ્વીકારી નથી શકતા તે કાંતો તૂટી જતા હોય છે કે અપ્રસ્તુત થઇ જતા હોય છે. ઉદાહરણ સાંભળો. @5.38min. સ્વીડનમાં મુસ્લિમ કન્યાઓનો પ્રોબલેમ સાંભળો. આપણી વ્યાખ્યા પ્રમાણે ધર્મ સનાતન છે, પણ સંસ્કૃતિ સનાતન નથી. (more…)