પ્રાર્થના – સાન ફ્રાન્સિસ્કો

પ્રાર્થના – સાન ફ્રાન્સિસ્કો

Side A –
– જીવનનો હેતુલક્ષી પર્યાય શબ્દ શું છે? જીવન એટલે સાધના. શરીરનો નાનામાં નાનો સેલ જોશો તો એ સતત સાધના કરે છે. તમારું શરીર એક ફેક્ટરી છે, તો જીવનનો અર્થ સાધના કરીએ તો સાધના એટલે શું? જે કોઈ ક્રિયા કરવાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. અને જો એનો અર્થ કરો તો તમારી પાસે એક સ્પષ્ટ રસ્તો થઇ જશે કે તમે જે કંઈ કરો છો એનાથી તમારી શક્તિ વધે છે કે ઘટે છે? શક્તિ એટલે જીવનના એકેએક ક્ષેત્રની શક્તિ. પૈસો વધે એ પણ શક્તિ છે. પૈસો વધારવા માટે જે ક્રિયા કરો એનું નામ સાધના છે. સાધના કોઈ પડતી મૂકે તો એ શક્તિ વિનાનો થઇ જશે. માણસ ભગવાનના નામે, મોક્ષના નામે ધંધો છોડી દે, નોકરી છોડી દે તો એ દુર્બળ થઇ જાય છે. ભોજન કરવું એ પણ સાધના છે. @3.42min. એક બૌદ્ધ ભિક્ષુને એક રાજાએ પ્રશ્ન પૂછેલો કે તમે શું કરો છો? ભિક્ષુએ કહ્યું હું સાધના કરું છું, તો તમે સાધનામાં શું કરો છો? ભિક્ષુએ કહ્યું હું ખાઉં છું, ઊંઘું છું. રાજા નો વળતો સવાલ અને ભિક્ષુનો જવાબ સાંભળો. “युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा”….(गीत 6-17). ગીતા મધ્યમ માર્ગી છે. ગીતમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે અર્જુન, તું ઉપવાસ કરજે, પણ યુક્તાહાર પર ભાર મૂક્યો છે. (more…)