સમાજની છત્રી મુંબઈ – કડવા પાટીદાર ટ્રસ્ટ
સમાજની છત્રી મુંબઈ – કડવા પાટીદાર ટ્રસ્ટ
Side A –
– જીંદગી કેવી રીતે પસાર થાય છે? ઋતુઓ બદલાય એટલે જીવનમાં પણ પરિવર્તન આવે. દુઃખો ભલે આવે પણ સમૂહમાં આવે તો હળવા થઇ જાય છે. સમૂહ એ બહું આશ્વાસન છે. મારી દ્રષ્ટિએ વ્યક્તિના ઉપર બળબળતી ધૂપથી અને વરસાદની હેલીથી બચાવનાર છત્રી હોવી જોઈએ તો એ સ્વસ્થતા પૂર્વક મજલ કાપી શકે. વ્યક્તિના ઉપર ચાર પ્રકારની છત્રી હોવી જોઈએ. પરિવારની છત્રી, સમાજની છત્રી, ધર્મની છત્રી અને રાષ્ટ્રની છત્રી. @5.47min. જયારે ભારતની મહાનતાની વાતો આપણે કરીએ, પણ જ્યારે વિપત્તિમાં પડ્યા હોઈએ ત્યારે ભારતમાંથી કોઈ આપણી મદદે ન આવે તો મનમાં વેદના થાય કે મારી પાસે રાષ્ટ્ર છે પણ રાષ્ટ્રની છત્રી નથી. અમેરિકામાં એક જાપાનીસનો અનુભવ સાંભળો કે એના રાષ્ટ્રે એની ઉપર કેવી રીતે છત્રી ધરી.પ્રજાને જ્યારે જાતિના અપમાનથી મારી નાખવામાં આવે ત્યારે એ પ્રજા નમાલી થઇ જતી હોય છે. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ વારંવાર ફંકશનો કરી પ્રજામાં ગૌરવનું જે તેજ ભરતા હોય છે એમાંથી ગૌરવવાન જાતિ પ્રગટ થતી હોય છે. ગૌરવવાન જાતિની ખુમારી જેવી બીજી કોઈ ખુમારી નથી. @11.37min. તમે અપમાનિત થતા ફરો, તમારો રાજદૂત, તમારો દેશ તમારી વાત ન સાંભળે, તમે તિરસ્કૃત થતા ફર્યા કરો તો એમ સમજવું કે તમારા રાષ્ટ્રની છત્રી હજુ ઉંઘડી નથી. ધર્મની છત્રી પણ તમને છાયો આપે છે. આપણો ધર્મ છત્રી વિનાનો છે, તે યુગાન્ડાના ઉદાહરણથી સાંભળો કે ખોજા કોમને આગાખાને કેવી રીતે છત્રી ધરી. આખી કોમ કેનેડા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં સમાઈ ગઈ. (more…)