યંત્ર રોજી અને મહાપુરુષો

યંત્ર રોજી અને મહાપુરુષો – ગંધારા – વડોદરા – સુગર ફેકટરીના અગ્નિ પ્રદાન પ્રસંગે પ્રવચન

Side A –

-જીવનના ચાર તબક્કા – પ્રાચિન કાળમાં માણસ વન આધારિત જીવન જીવતો હતો, હજારો વર્ષ પછી ખેતી આધારિત, લાખો વર્ષ પછી યંત્ર આધારિત અને હવે એ ઈલેક્ટ્રોનિક માધ્યમથી જીવન જીવતો થયો છે. આ જીવનનો, ભૌતિક વિકાસ છે. પ્રાચિન કાળમાં ફળ, ફૂલ, શિકાર એ એમની જરૂરિયાત હતી. પરમેશ્વરે, માણસની અંદર બે તત્વો મુકેલા છે તે અમાપ બુદ્ધિ અને અસંતોષ. આ બે તત્વો જ્યાં સુધી હશે ત્યાં સુધી આ વિકાસ ચાલુ રહેશે. પ્રાણી માત્રની બુદ્ધિની લીમીટ છે, કોઈપણ પ્રાણીને થોડી ટ્રેઈનીંગ આપીને થોડું શીખવાડી શકાય છે. વાંદરાને જો આગ લગાડતાં આવડી જાય તો માણસની દશા શું થાય? પ્રજાને જો ભૌતિક વિકાસમાં મારી નાંખવી હોય તો એની બુદ્ધિ ઉપર પૂર્ણ વિરામ મૂકી દ્યો અને સતત એને સંતોષની વાતો શીખવાડ્યા કરો, બસ, પ્રજા અટકી જવાની. @4.36min. (more…)