શિવ એક શક્તિ અનેક
શિવ એક શક્તિ અનેક – શ્રી ચામુંડા માતા ચેરીટેબલ ટ્રષ્ટ, આણંદ
Side A –
– શિવ એક છે, બે નથી પણ એની શક્તિઓ અનેક છે અને એ શક્તિઓના માધ્યમથી ક્રિયાઓ થાય છે. શિવ ક્રિયા ન કરી શકે, શક્તિઓ ક્રિયા કરે છે એટલે આપણે ત્યાં ઈશ્વરને દ્વૈત સ્વરૂપે સજોડે માનવામાં આવ્યો છે. એ નર અને નારીનું સંયુક્ત રૂપ છે અને એ રીતે એ શક્તિમાન છે. શિવની અનેક શક્તિઓ છે, એમાંની એક શક્તિ ચામુંડા છે. મુંડ એટલે માથું. આ મુંડનો હાર બનાવે અને પહેરે એનું નામ ચામુંડા કહેવાય. આવો હાર શા માટે બનાવવામાં આવે છે? આ વાતને સમજવા જેવી છે.આ દુનિયામાં કાયમના માટે અસુરો અને દૈત્યો રહ્યા છે અને એ કાયમના માટે રહેવાના છે. એ અસુરો-દૈત્યો શાંતિથી રહે નહિ અને કોઈને રહેવા દે નહિ અને એમનું સૌથી મોટું બળ દેવો છે કારણકે દેવો બહું ઢીલા છે. સહનશક્તિ હોવી જોઈએ, પણ જ્યાં કરવા જેવી હોય ત્યાં કરવાની. જ્યાં અશાંતિ ઉત્પન્ન કરનારાઓ છે, એમાં પણ વ્યક્તિગત માટે નહિ પણ પૂરા સમાજ માટે અને પૂરા દેશ માટે હોય તો એની સામે સહનશક્તિ રખાય નહિ અને રાખો તો દેશની રક્ષા ન કરી શકો. (more…)