મહાભારતનો આધ્યાત્મિક પક્ષ

મહાભારતનો આધ્યાત્મિક પક્ષ – AMRILLO, TX, USA

Side A –


– મહાભારતની ઉત્પત્તિ, એક રાજા(ભીષ્મ પિતામહ) પોતાનો વંશ રાખવા માટે ત્રણ કન્યાઓનું હરણ કરી લાવે છે. વ્યાસજીના વરદાનથી ત્રણ પુત્રો થયા. પહેલા વરદાનથી પાંડુ, બીજાથી ધૃતરાષ્ટ્ર અને ત્રીજાથી વિદુર થયા. પાંડુને શ્રાપ છે કે સંસાર ભોગવવા જશે એ દિવસે એનું મૃત્યુ થશે, ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળો છે અને વિદુર ભગત માણસ છે. પાંડુનો વંશ કેવી રીતે ચાલુ રાખવો? વ્યાસજીએ પાંડુની પત્ની કુંતીને છ પુત્રો માટે છ વરદાનો આપ્યા ત્યારે તે કુંવારી અવસ્થામાં હતી. @4.11min. થોડા દિવસ પછી કુંતીના મનમાં સંશય જાગ્યો અને પહેલાં સૂર્ય મંત્રની કસોટી કરી એટલે એના ખોળામાં છોકરો કર્ણ આવીને પડ્યો, લોકલાજના ડરથી એને પાણીમાં વહાવી દીધો, તે કૌરવોના હાથમાં આવ્યો અને એ કાયમનો કૌરવોનો બનીને રહ્યો. બાકીના પાંચ પુત્રો થયા તે સાંભળી લેવું. તમે કોઈવાર વિચાર કર્યો કે આ કોઈ ઘટના છે? આવું ખરેખર ઘટેલું? રહસ્ય સાંભળો. પેલી તરફ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને 100 પુત્રો થયા, આંકડો બંધ-બેસતો કેમ આવ્યો? એ સો એ સોના નામ દુર્યોધન, દુશાસન, દુર્યમન બધાના “દ” પરથીજ કેમ? વ્યાસ કહે છે મારા સાહિત્યમાં તમે ડૂબકી લગાવો. ગાંધારીએ પાટા કેમ બાંધ્યા? @9.28min. વ્યાસજી કંઈ રહસ્ય કહેવા માંગે છે. દ્રુપદ રાજાએ સ્વયંવર કર્યો તે વિશે સાંભળો. પાંડવો ગુપ્તવાસમાં આવેલા. દુર્યોધન દંડ પર ચઢ્યો પણ પડ્યો. કોઈને વિજય ન મળ્યો એટલે અર્જુન આવ્યો, કર્ણને ચઢવા ન દીધો, કારણકે સમાજ વંશ પૂજક છે, ગુણ પૂજક નથી. (more…)