સત્વગુણની વૃદ્ધિ અને ગંગા થાળી
સત્વગુણની વૃદ્ધિ અને ગંગા થાળી – ઊંઝા
Side A –
– માણસ સુખી અથવા દુઃખી કેવી રીતે થાય છે? તમારામાં જ્યારે સત્વગુણ વધે ત્યારે સુખી થાવ જયારે રજોગુણ વધે ત્યારે તમે દુઃખી થાવ અને જયારે તમોગુણ વધે ત્યારે તમે તો દુઃખી થાવ પણ બીજાને પણ દુઃખી કરો એવું શાંખ્ય શાસ્ત્રમાં લખ્યું છે. જો આ વાત સાચી હોય તો મોટો પ્રશ્ન એ થાય કે તમોગુણ ઘટે અને સત્વગુણ વધે એવો ઉપાય થાય ખરો? હા, એવો ઉપાય હોયજ અને એ ઉપાય એટલે સાધના. સૌથી મોટામાં મોટી સાધના એ છે કે શું કરીએ તો સત્વગુણ વધે? ભગવદ ગીતાના બે અધ્યાય 13મો અને 17મો ખાસ વાંચજો. મૂખ્ય બે ઉપાય છે એકતો ભજન અને બીજો સત્સંગ. @5.11min. પોલેન્ડમાં ઓષ્ટ્રિજ કરીને શહેર છે કે જ્યાં હિટલરે ઓછામાં ઓછા ખર્ચે યહુદીઓને મારવાનો કેમ્પ ખોલેલો તે વિશે સાંભળો. ટ્રકમાંથી નીકળતા કાર્બન- મોનોક્ષાઇડનો ઉપયોગ કર્યો એટલે મારી તમને સલાહ એ છે કે રોડ ઉપર કોઈએ ઘર લેવું નહિ અને રોડ ઉપર ફરવા પણ જવું નહિ કારણ કે CO2 તમારા નાકમાં જશે. આ પોલ્યુસન છે અને આવુંજ પોલ્યુસન આપણાં અંગત જીવનમાં પણ આવતું હોય છે. આ પોલ્યુસન નિવારવાના બે ઉપાયો છે, તે ભજન અને સત્સંગ. આધ્યાત્મિક માર્ગના ઉપાયો બધા મફત છે. ભગવાનનું ભજન મફત છે, જે પૈસાથી મળે એ સત્સંગ ન હોય. દુનિયાની એક નવીનતા છે કે જે મફત મળે એની કિંમત નથી. (more…)