વીર સાવરકર
વીર સાવરકર – કપડવંજ
Side A –
– તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે આખી દુનિયાના પરિપેક્ષમાં હિંદુ પ્રજા બળવાન છે કે કમજોર છે? જો બળવાન હોય તો ખાસ કહેવાનું રહેતું નથી, પણ જો તમને એમ લાગતું હોય તો હિંદુ પ્રજાની સંખ્યાની સરખામણીમાં ખરેખર કમજોર છો તો મારે તમને કંઈ કહેવાનું છે. @2.00min. અમેરિકામાં એક સજ્જનનો પ્રશ્ન, સ્વામીજીનો જવાબ અને વળતો અમેરિકનનો જવાબ સાંભળો. ભારતમાં ચાર પ્રકારના મહાપુરુષો થયા, તેમાં બે વિશુદ્ધ ધાર્મિક અને બીજા સાંપ્રદાયિક. દુર્ભાગ્ય એ છે કે લોકો ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સમજતા નથી. લોકો સંપ્રદાયનેજ ધર્મ માની લે છે, જે સાંપ્રદાયિક મહાપુરુષો થયા એમનું કાર્યક્ષેત્ર એક નાના સાંપ્રદાયિકના વર્તુળ પૂરતુંજ રહ્યું છે કે મારો સંપ્રદાય કેમ વધે? ચમત્કારોથી માંડીને જેટલું શક્ય હોય એટલું બધુજ કરવાનું પણ મારા સંપ્રદાયનોજ વધારો થવો જોઈએ, એટલે એમની ધાર્મિક વિશાળતા સમાપ્ત થઇ જાય છે. આપના મૂળ ઋષિઓ ધાર્મિક છે, સાંપ્રદાયિક નથી. (more…)