વીરતા પરમો ધર્મ
વીરતા પરમો ધર્મ – પાલપુર હિંદુ સમાજ, વૃદ્ધાશ્રમ ખાત મુહુર્ત પ્રસંગે
Side A –
– લોકસભાના સભ્યો, સ્વામીનારાયણ ગુરુકુળના મહારાજ અને કીર્તિ મંદિરના અધ્યક્ષ સમક્ષ – શ્રી મદ ભગવત ગીતાના બધાજ અધ્યાયો મહત્વના છે, પરંતુ તેમાંના 12 અને 15 બહુ મહત્વના છે. ભગવદ ગીતાને એક શરીર માની લેવામાં આવે તો બારમો એ હૃદય અને પંદરમો એ મસ્તિષ્ક છે. માણસ હૃદયથી જીવતો હોય છે અને મસ્તિષ્કથી પૈસો કમાતો હોય છે. પૈસો કમાયા પછી એને હૃદયનું જીવન ન મળે તો પૈસો ભારરૂપ થઇ જાય છે. બુદ્ધિ પણ જરૂરી છે પણ એના કરતા વધારે જરૂરી હૃદય છે, કારણકે હૃદયથી જીવન જીવાય છે. લાગણીઓ, પ્રેમ, શ્રદ્ધા અને ભગવાન પણ હૃદયમાં રહે છે. અર્જુને પૂછ્યું, ભગવાન તમે ક્યા રહો છો? ત્યારે ભગવાને કહ્યું “ईश्वर: सर्व भुताना….यन्त्रा रुढानि मायया ….(गीता….18 -61). હું હૃદય પ્રદેશમાં રહું છું. તમે લાખો-કરોડો કમાજો, રાજકીય-સામાજિક પ્રવૃત્તિ કરજો પણ થોડોક સમય હૃદયને આપજો, પણ જો નહિ આપો અને હૃદય વિનાના થઇ જશો તો તમારું આંતરિક જીવન નીરસ થઇ જશે. (more…)