વિકાસ અને વીરતા – સાંઢીડા, સત્સંગ સરિતા

વિકાસ અને વીરતા – સાંઢીડા, સત્સંગ સરિતા

Side A –
– કોઈ રાષ્ટ્રને મહાન કરવું હોય તો એને માટે પહેલી અનિર્વાર્ય શરત એ છે કે એની પ્રજાને મહાન કરવી જોઈએ. પ્રજાનું વ્યક્તિત્વ એજ રાષ્ટ્રનું વ્યક્તિત્વ છે. પ્રજાને મહાન બનાવવી હોય તો એનામાં ઓછામાં ઓછા ત્રણ ગુણો હોવા જોઈએ. પ્રજા મોરલવાળી છે? પ્રજાનું દર્શન કેવું છે, એટલે કે એ દર્શનમાં વિકાસ તત્વ છે? એ પ્રજામાં વીરતા કેટલી છે? પ્રજામાં જો વીરતા ન હોય તો સાત માળની હવેલી પણ લૂંટાઈ જવાની, એટલે આમ ઓછામાં ઓછા ત્રણ તત્વો હોય તો પ્રજા મહાન થઇ શકે છે. @3.03min. મોરલ ઉપરથી નીચે આવતું હોય છે. તમારા ઘરનો મૂખ્ય માણસ મોરલવાળો હશે તો બાળકો મોરલવાળા થશે. બાળક ત્રણ વર્ષનું હોય ત્યારથી એની માંના 70% અને બાપના 30% ગુણો ગ્રહણ કરે છે. માંનો ખોળો પૂજાય છે. માં બાળકને ધાવણની સાથે વહાલ પીવડાવે છે. વહાલ પરમેશ્વરનો આપેલો અમૃત ઝરો છે. માંની અંદર લાગણીની પ્રધાનતા છે, બાપમાં બુદ્ધિની પ્રધાનતા છે. કોઈ દિવસ માનું દિલ દુભવશો નહિ. (more…)