અકાળ મૃત્યુ

અકાળ મૃત્યુ – ખંભાત

Side A –
– મોન્ટુ શ્રીનંદની સ્મૃતિ નિમિત્તે થયેલું પ્રવચન. જીવનના બે પ્રત્યક્ષ છેડા છે, જીવન અને મૃત્યુ. આ બે છેડાની વચ્ચે જીવન છે. કેટલાક બહુ મોટા ઉત્સવની સાથે જન્મે છે અને કેટલાક જન્મતાની સાથેજ અભિશાપ લઈને જન્મે છે. જીવનનો અર્થ છે નિરિક્ષણ અને નિરિક્ષણથી મોટું કોઈ શાસ્ત્ર નથી. કબીરનો જન્મ કેવી રીતે થયો? કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો? એ વિષે સાંભળો. અજવાળિયામાં જન્મીને ઉજળા થાય એ તો કોઈ મોટી વાત નથી, અંધારામાં જન્મી ઉજળા થાય એનું નામ જીવન છે. એમાં તમારો પુરુષાર્થ છે, વ્યક્તિત્વ છે. પુત્ર-વિયોગનું દુઃખ જો જોવું હોય તો માં થવું. બાપનો સંબંધ બૌદ્ધિક છે, જ્યારે માંનો સંબંધ હૃદયનો છે. જેમ પ્રત્યેકના ચહેરો જુદો છે એમ પ્રત્યેકનો જીવનનો પ્રકાર પણ જુદો છે અને એ તમારી પ્રકૃત્તિમાંથી આવે છે. प्रकृतिं यान्ति…..किं करिष्यति…..(गीता 3-33). @8.00min. મૃત્યુના છ પ્રકાર છે. મૃત્યુ એ જીવનની અનિર્વાર્ય ઘટના છે. અમે બધા સાધુઓ કહેતા હોય છે કે મૃત્યુથી ડરવું નહી, એ તો કહેવાની વાત છે. મૃત્યુ જેવો બીજો કોઈ ભય નથી. (more…)