અમૃત-તત્વ અને મહા પ્રસ્થાન
અમૃ-તત્વ અને મહા પ્રસ્થાન – દંતાલી આશ્રમ
Side B –
– ઇશાવાસ્ય ઉપનિષદ માત્ર અઢાર મંત્રોનું છે છતાં તેમાં તત્વનું – જીવનનું જે ભાથું ભર્યું છે તે બહુ વિશાળ છે. સાંભળવાનો અર્થ એ છે કે જેમાંથી માર્ગ મળે અને તમારી જીવનની ગૂંચો ઉકેલાય અને જીવન સ્પષ્ટ બને. આ ઇશાવાસ્ય ઉપનિષદ નાનું છે પણ એનું અર્થ ગાંભીર્ય બહું ગહન છે. છેવટના બે મંત્રો મૃત્યુ સંબંધી છે. જીવન એક પ્રવાહ છે અને તેની સાથે આપણે ગતિ કરી રહ્યા છીએ. “भ्रामयन्सर्वभूतानि यन्त्रारुढानि मायया” (गीता 18-61). ગીતામાં પરસ્પર વિરોધી શ્લોકો વિષે – જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી શાસ્ત્રની ગુંચ નીકળે નહિ. @4.45min. જરૂર સાંભળો એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણના ઘરનો, પતિ પત્નીની સાથે 14 વર્ષો સુધી ન બોલવાના પ્રશ્ન વિષે. આવું ઘણાના જીવનમાં બનતું હોય છે. @11.42min. કથાનો અર્થ માત્ર આત્મા અને પરમાત્માના સ્વરૂપની ચર્ચા કરવી એવું નથી, કથાનો અર્થ છે તમારા જીવનમાં પડેલી ગુંચોને અડવું. (more…)