હિંદુ ધર્મની પાંચ પૂજા

હિંદુ ધર્મની પાંચ પૂજા – પેટલાદ

Side B –

– હિંદુ ધર્મને સમજવો હોય તો એની જે પાંચ પૂજાઓ છે તે સમજવી જરૂર છે. એની સર્વોચ્ચ પૂજા બ્રહ્મ પૂજા છે, બીજી દેવ, ત્રીજી પ્રકૃતિ, ચોથી સિદ્ધ અને પાંચમી ભૂત પૂજા છે. આપણે ત્યાં સર્વોચ્ચ પાવર છે તે “एक मेवा अद्वितियम्” આપણે બ્રહ્મવાદી છીએ અને દેવવાદી પણ છીએ. જેને જે જગ્યાએ શ્રદ્ધા હોય ત્યાં તેની પૂજા કરે, એની વિશેષતા એ છે કર તમે કોઈપણ દેવની પૂજા કરો એનું પરિણામ તો પરમેશ્વર પાસેજ જતું હોય છે. “आकाशं पतितं तोयं यथा गच्छति सागरं, सर्व देवो नमस्कारं केशवम् प्रति गच्छति.” આકાશમાંથી પડેલું વરસાદનું પાણી વાંકું-ચૂકું થઈને અંતે સમુદ્રને મળે છે, એવીજ રીતે કોઈપણ દેવની ઉપાસના કરો તો એ ઉપાસના અંતે તો તે પરંબ્રહ્મ પરમાત્માનેજ પ્રાપ્ત થાય છે. રૂચી પ્રમાણે લોકો દેવને પગે લાગે છે, એનો નિષેધ કટ્ટર સામ્પ્રદાયિકો કરતા હોય છે. હિંદુ ધર્મ કહે છે, તમને જ્યાં લાગે ત્યાં બધે માથું નમાવો, બધે એકજ પરમાત્મા છે. નરસિંહ મહેતાનું ભજન છે, “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે” (more…)