હિંદુત્વની સમજણ – ૧
હિંદુત્વની સમજણ – નાના અંગિયા, કચ્છ – કડવા પાટીદાર સમાજ
Side A –
– થોડી અઘરી વાત કહેવી છે, સાંભળવામાં તકલીફ પડશે, પણ ઘણી અસ્પષ્ટતાઓ દૂર થશે. જિંદગીના જેટલા આંતરિક શત્રુઓ છે, એમાં સૌથી મોટો શત્રુ અસ્પષ્ટતા છે. આ અસ્પષ્ટતા તમારી સાધનને બગાડી નાંખશે. જીવનના બે ભાગ છે, આંતરિક અને બાહ્ય. વ્રુક્ષનું આંતરિક જીવન એના મૂળમાં છે. વ્રુક્ષની કોઈ શાખામાં કોહવારો લાગ્યો હોય, કીડા પડ્યા હોય તો એટલી શાખાને સુધારી શકાય પણ જો એના મૂળમાંજ કંઈક દોષ ઉભો થયો હોય તો એની અસર આખા વ્રુક્ષ પર થતી હોય છે, એમ આંતરિક જીવન એ બાહ્ય જીવનનું મૂળ છે. આંતરિક જીવન જો અસ્પષ્ટતાઓથી ભરેલું હોય તો બાહ્ય જીવન લાંબો સમય ખીલેલું ન રહે. સત્સંગના ઘણા ઉદ્દેશ છે, એમાંનો એક મુખ્ય ઉદ્દેશ છે કે જીવનના બધા ક્ષેત્રો સ્પષ્ટ કરવા. @4.00min. દુનિયાના જે મોટા મોટા ધર્મો છે એ બધા મોટે ભાગે વન-વે છે, આપણો હિંદુઈઝમ ટુ-વે છે. માનો કે તમે ક્રિશ્ચિઅનને ત્યાં જાવ, તો ત્યાં એકજ ગોડ(GOD) છે, એ બાબતમાં કોઈને ભ્રમ નથી, એની કોઈ કથા નથી એટલે એ વન-વે છે. ઇસ્લામ પણ વન-વે છે. અલ્લાહ શબ્દ એ સંસ્કૃતનો છે કેવી રીતે? તે સાંભળો. (more…)