હિંદુઓનું ભવિષ્ય – ૨
હિંદુઓનું ભવિષ્ય – અમદાવાદ
Side B –
– ભારતમાં ભગવાનજ ભગવાન. એમાં બે-ચાર તો મારા મિત્રો છે અને એમના કરોડોના મંદિરો બંધાય છે. ભગવાન લખવા પાછળનો હેતુ સાંભળો. પૂજ્ય મોટા એક દિવસ એવા ભગવાનને ઘરે લઇ આવ્યા તો ઘરમાંજ ઝાડો કર્યો, પછી એકને એણે તમાચો માર્યો તો લોકો એને પોતાનું અહોભાગ્ય સમજે કે હવે બેડો પાર. આવી વ્યવસ્થા તમને બળવાન બનાવશે કે દુર્બળ બનાવશે? આ સંપ્રદાયો શું ખરેખર લોકોનું કલ્યાણ કરે છે? કેટલાકની તો એવી ભયંકર છાપ કે લોકો દૂર દૂરથી ભાગે છે. @3.12min. એક ઓળખીતા સાધુના દુઃખની વાત સાંભળો. અત્યારે થોડા સમયથી બ્રહ્મ સંબંધ આપવા માટેનો ઝગડો ચાલે છે. જેનો પોતાનો બ્રહ્મ સંબંધ થયો નથી એવાએ 35000 લોકોનેબ્રહ્મ સંબંધ આપ્યો, અને કાયમની બેઠ્ઠી આવક ઉભી કરી દીધી. ઉપર જણાવેલી ત્રણ રીતે વિચારો તો તમને સચોટ જવાબ મળશે કે આવનારા પચીસ-પચાસ વર્ષમાં હિંદુ પ્રજા ક્યાં હશે? આશાવાદ હોવો જોઈએ પણ તે શક્ય હોવો જોઈએ, તો એ આશાવાદ તમને પુરુષાર્થ કરાવશે. રાઈટર બંધુનો આશાવાદ સાંભળો. નારદ અને તપસ્યા કરતા માણસનું ઉદાહરણ સાંભળો. ધરતી પકડનો કલ્પનાવાદ. શક્ય હોય એવો આશાવાદ માણસમાં હોવો જોઈએ. (more…)