શિવ દર્શન – ૧
શિવ દર્શન
હિંમતપુરા ગામમાં વેડઈ માતા અને નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા પ્રસંગે
Side A – 
– આપણે ત્યાં છ પ્રકારની ઇષ્ટ પૂજા છે. બ્રહ્મ પૂજા, દેવ પૂજા, અવતાર પૂજા, સિદ્ધ પૂજા, પ્રકૃતિ પૂજા અને વ્યક્તિ પૂજા. જો આ પુજાને તમે સમજશો તો તમે હિંદુઈઝમને સમજી શકશો. આપણે બ્રહ્મવાદી છીએ. પરમેશ્વર એકજ છે, એને આપણે બ્રહ્મ કહીએ છીએ,પરબ્રહ્મ કહીએ છીએ. એ નિરંજન, નિરાકાર છે, જેને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, એ સર્વ વ્યાપક પરિપૂર્ણ બ્રહ્મ છે, એટલે બધા લોકો એના સુધી પહોંચી નથી શકતા, એની ઉપાસના નથી કરી શકતા. બીજી પૂજા દેવ પૂજા છે, એમાં આપણે પરમાત્માની ક્ષમતાઓ, શક્તિઓનો એક એક ભાગ કરી એનો એક એક દેવ બનાવીએ છીએ.  (more…)
