રામાયણ તુલના-૧

લંડન, યુ.કે.

Side1A –

– મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ અને સંત તુલસીદાસજી વિરચિત રામચરિત માનસ, આ બંનેના તુલનાત્મક અધ્યયનની કેટલીક વાતો બહું સ્પષ્ટ થઇ શકે એવી શક્યતા છે. આ બંને રામાયણોમાં શું શું વિશેષતાઓ છે? શું શું ફરક છે? એની સમાજ પર શું શું અસર છે એની વાતો કરવાની છે, પણ એ પહેલાં આ બંનેના જીવનની થોડી ચર્ચા કરવાની છે તે સાંભળો. તમે જે કંઈ બન્યા એમાં સૌથી વધુમાં વધુ કોણે ભાગ ભજવ્યો? જિંદગીના બે ભાગ છે. કેટલીક બાબતો ઈશ્વર પ્રદત્ત હોય છે અને કેટલીક બાબતોમાં તમે ઉમેરો કરી શકો છો. તમે એન્જીનીઅર, ડોક્ટર થઇ શકો પણ લાખ પ્રયત્નો કરીને પણ તમે વાલ્મીકી, તુલસીદાસ, રવીન્દ્ર કે શેક્સ્પીઅર ન થઇ શકો, કારણકે સર્જાત્મક શક્તિ એ ઈશ્વર પ્રદત્ત હોય છે. જે પુરુષાર્થથી સાહિત્ય રચતા હોય છે, તે ભાગ્યેજ અમર થતું હોય છે પણ જેની અંદરથી ઉછળતા બોરીન્ગની માફક નીકળતું હોય એજ અમર થતું હોય છે. (more…)