રામાયણ તુલના-૨
લંડન, યુ.કે.
Side1B –
– વાલ્મીકી ઋષિનું મન ન લાગ્યું. સાધનાનો પીરીયડ પૂરો થયો અને સર્જનનો પીરીયડ શરુ થયો. વાલ્મીકી ભોજપત્ર પર લખવા બેઠા અને એનાથી આખા રામાયણની રચના થઇ. @2.46min. ઐતહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બરાબર 2000 વર્ષ પછી તુલસીદાસે રામાયણ (રામ ચરિત માનસ)ની રચના કરી. મહાભારત અને વાલ્મીકી રામાયણમાં વ્યાકરણ દ્રષ્ટિએ અને બીજી દ્રષ્ટીએ સરખી ભાષા છે. ધાર્મિક દ્રષ્ટિએ લાખો વર્ષોનું બહું મોટું અંતર છે. 16મી શતાબ્દીમાં રામાયણનું નવું રૂપ લાવનાર છે, ગોસ્વામી તુલસીદાસ મહારાજ. તુલસીદાસ વિષયના આવેગથી આવેલું સંતાન નથી પણ પાછલી જિંદગીમાં માં-બાપના જપ-તપ પછી આવેલું બુદ્ધિશાળી સંતાન છે. એમનો જન્મ પૂરા બાર મહીને થયો હતો. એમનો આકાર મોટો, આંખો મોટી એટલે ભય લાગ્યો અને બીકના કારણે પિતાએ એમનો ત્યાગ કર્યો. (more…)