રામાયણ તુલના-૩

લંડન, યુ.કે.

Side2A –

– વાલ્મીકી અને સંત તુલસીદાસના જીવનમાં એક બહું મોટો વણાંક આવ્યો અને આ વણાંકે એમને આખું એક નવું જીવન આપ્યું. આ બંનેના દ્વારા જે ગ્રંથો રચાયા તે ગ્રંથોમાં શું શું તફાવત અને અંતર છે, અને એ અંતર કેમ આવ્યું એની પણ થોડી પૂર્વ ભૂમિકા છે. મહર્ષિ વાલ્મીકી કે આપણો કોઈ પણ ઋષિ કોઈપણ સંપ્રદાયનો અનુયાયી નથી, જયારે સંત શિરોમણી તુલસીદાસજી રામાનંદી સંપ્રદાયના અનુયાયી છે. @3.28min. આખા હિંદુ ધર્મમાં પાંચ અથવા છ મોટા પીરીયડો આવેલા છે. આપણો જૂનામાં જુનો પીરીયડ વૈદિક યુગ કે ઋષિ યુગ છે અને એ બહું મહત્વનો છે. એમાં આ લોક છે અને પરલોક છે. આ લોક પ્રત્યે ધિક્કાર નથી, ઘ્રણા નથી, સ્ત્રીનું માન છે, રાષ્ટ્રવાદ છે, કોરો અધ્યાત્મવાદ નથી. ઐશ્વર્ય-સમૃદ્ધિનો સ્વીકાર છે અને ઋષિ રોજ પ્રાર્થના કરે છે કે મારો દેશ સુખી-સમૃદ્ધ હો, અમારી ગાયો, યોદ્ધાઓ બહું સારા હોય, ધનુષ્ય-બાણ સારા હોય એમ રાષ્ટ્રને લગતી, સમાજને લગતી, અશ્વર્યને લગતી એકેએક બાબતની ચિંતા આ પત્નીવાળા પુરુષને હોય છે. ઋષિને બાળકો છે, એ સન્યાસી નથી અને કોઈ નદીને કિનારે એ ગુરુકુળ બનાવે છે. જેને સ્વતંત્ર વિચારો રાખવા હોય, સ્વતંત્ર કલમ ચલાવવી હોય તો એ કોઈનો ભિખારી ન બને, નહિ તો પૈસા આપનાર વ્યક્તિ એના પર સવાર થઇ જશે. ઋષિ ઉઘરાણાં લઈને ફરતા નથી. (more…)