રામાયણ તુલના-૪

લંડન, યુ.કે.

Side2B –

– આ બધા આચાર્યો બ્રાહ્મણો છે. રામાનંદ સ્વામી (તુલસીદાસના ગુરુ) પણ બ્રાહ્મણ છે, પણ એમના નવે નવ શિષ્યો શુદ્રો હતા. આમ આ બધા આચાર્યો કરતાં રામાનંદ સ્વામી જુદા પડે છે, કબીર તથા રોહીદાસ રામાનંદના શિષ્યો હતા. એ જમાનામાં રામાનંદ સ્વામીએ એક બહું મોટી ક્રાંતિ કરી અને એમાંથી જે સંપ્રદાય થયો તે રામાનંદી સંપ્રદાય કહેવાયો અને તે જોતજોતામાં આખા ભારતમાં ફેલાઈ ગયો. એમની વિશેષતા એ હતી કે બીજા બધા આચાર્યો બ્રાહ્મણોનેજ પ્રાથમિકતા આપતા હતા ત્યારે રામાનંદે એમના નવે નવ શિષ્યો શુદ્રોમાથી બનાવ્યા. તુલસીદાસ રામાનંદ સંપ્રદાયમાં થયા એટલે એમના ઉપર સ્વાભાવિક રીતે પોતાના સંપ્રદાયની થોડી અસર રહેજ. એ અસરનું પરિણામ તમારા ઘરમાં જો બંને રામાયણ હોય તો જોજો. વાલ્મીકી રામાયણ સીધુંજ ચાલુ થઇ જાય છે. વાલ્મીકી નામના ઋષિ નારદજીને પૂછે છે કે આ દુનિયામાં એવો કોઈ પુરુષ છે જે સત્યવક્તા હોય? વચન પાલન કરનારો હોય? આ એની ઉત્થાનીકા છે. આમ વાલ્મીકી રામાયણ એક આદર્શ ઊંચા સર્વોત્તમ પુરુષની શોધ માટે નીકળ્યા છે, એટલે આમ, એમાંથી પુરુષોત્તમ શબ્દ બન્યો છે. નારદે કહ્યું હા છે, એનું નામ રામ છે. એટલે આમ રામને કેન્દ્રમાં રાખી વાલ્મિકીએ રામાયણની રચના કરી. (more…)