રામાયણ તુલના-૫

લંડન, યુ.કે.

Side3A –

– સાહિત્ય જે બહું પ્રચલિત હોય એની અસર જન-માનસ પર હોયજ નહિ , એવું કદી બનેજ નહીં. સાહિત્યની અસરથી પ્રજા ઘડાતી હોય છે. પ્રજા ચાર રીતે ઘડાય છે. પ્રજાને માનવતાવાદી બનાવવી છે? રાષ્ટ્રવાદી બનાવવી છે? કોમવાદી બનાવવી છે? કે પછી સંપ્રદાયવાદી બનાવવી છે? પ્રજાનું સારામાં સારું ઘડતર એ છે કે એને માનવતાવાદી અને રાષ્ટ્રવાદી બનાવવી જોઈએ. વાલ્મીકી કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાય વિનાની ધાર્મિકતા એ શુદ્ધ ધાર્મિકતા છે. ગાંધીજી ધાર્મિક માણસ છે પણ સાંપ્રદાયિક નથી. એમનો હવેલીની પરંપરામાં જન્મ થયો પણ એમણે કહ્યું મને એમાંથી કશું મળ્યું નહીં. પછી એ ધર્મની શોધમાં નીકળી પડ્યા. એમણે ઘણાં ધર્મોનું અધ્યયન કર્યું પણ કોઈ સંપ્રદાયમાં દિક્ષિત ન થયા. કુંભ મેળામાં ગાંધીજીએ જોયું કે કેટલાક લોકો દૂધપાક-પૂરી ખાવાજ આવે છે, તેઓ કુંભ મેળો છોડીને ચાલ્યા ગયા. (more…)