પંચામૃત પ્રવચન – મુંબઈ

[પંચામૃત પ્રવચન – ભાઈદાસ હોલ, શ્રી હિંમતલાલ હરિભાઈ જોષી આયોજીત. ]
વ્યવસ્થિત જીવન એ સુખનું મૂળ છે અને તેથી ઉલટું દુ:ખનું મૂળ અવ્યવસ્થા છે. જેને કરી શકાય તે સાધના કહેવાય અને જેને કરીજ ન શકાય તે સાધના ન કહેવાય. વ્યવસ્થા અને અવ્યવસ્થાના ઉદાહરણો. @7.20min. વ્યવસ્થાની સ્થાપના કરવી એનું  નામજ ધર્મ  કહેવાય. આ વ્યવસ્થા ત્રીમૂખી છે, કુદરત, શાસ્ત્ર અને રૂઢી. જ્યાંથી વ્યવસ્થા અવેછે, ત્યાંથીજ અવ્યવસ્થા આવે છે. મણસ સિવાયની આખી સૃષ્ટિ એક વ્યવસ્થામાં ચાલી રહી છે. ઈશ્વરને શોધવા  હિમાલયમાં ન જશો પરંતુ ઈશ્વરને શોધવો હોય તો તેની રચનાને, તેની વ્યવસ્થાને જુઓ. @13.50min. ગીતાના પરસ્પર ટકરાતા શ્લોકો વિશે – જ્યાં સુધી બે પરસ્પર  ટકરાતા સિદ્ધાંતોનો મેળ ન થાય ત્યાં સુધી શાસ્ત્ર પોતાનું તત્વ પ્રગટ નથી કરતું. પ્રવચનનો  શેષ  ભાગ કુદરતની વ્યવસ્થા પર છે. (more…)