રામાયણ તુલના-૮
લંડન, યુ.કે.
Side4B –
– વૃદ્ધાવસ્થામાં મરવું ન ગમે અને બાળકોને રમાડવામાં બહું આનંદ આવે. ઉત્તર ગુજરાતના એક ગામમાં એક પટેલનું ઉદાહરણ સાંભળો. આપણે એમ માનીએ છીએ કે ઘરના જે વૃદ્ધો છે, એ વૃદ્ધોનો જે શ્રાપ છે, એમની જે આંતરડી કકળે તો એ કક્ળેલી આંતરડીના દ્વારા જે પીડા આવે છે, એને ભગવાન પણ મટાડી શકે નહીં. દશરથને બહુ આનંદ આવે છે, પણ સુખના દિવસો જતાં વાર લગતી નથી. જોતજોતામાં રામ 16 વર્ષના થયા, એવામાં ઓચિંતા દુઃખના સમાચાર આવ્યા કે ત્યાં વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. આપણે ત્યાં પ્રસિદ્ધ 167 ઋષિઓ છે, આમ તો 88000 છે. આ પ્રસિદ્ધ ઋષિઓ બધા પુરાણોમાં છે. તમે રામાયણમાં વિશ્વામિત્ર જોશો અને મહાભારતમાંયે જોશો. વિશ્વામિત્ર, દુર્વાસા, નારદ વગર ચાલેજ નહીં. આ બધા અમર પાત્રો છે. કાળની દ્રષ્ટિએ તમે જુઓ તો રામાયણ અને મહાભારતની વચ્ચે તો કેટલાંયે (લાખો) વર્ષોનું અંતર છે, છતાં પણ પરશુરામ રામાયણમાંયે છે અને મહાભારતમાંયે છે. (more…)